________________
(૧૯૬) બાદશાહને પરણાવી. તેથી પોતે ગુજરાતને સૂબો થયે. તેને પુત્ર અભેસિંહ સેરઠને ફેજદાર થયે. અજીતસિંહની વતી અમદાવાદમાં વજેરાજ ભંડારી રહેતા હતા. અને અભેસિંહની વતી જુનાગઢમાં ફતેસિંહ કાયસ્થ રહેતા.
શાહજહાં બાદશાહની કચેરીમાં અફઘાનીસ્તાનને વતની બહાદુરખાં બાની કરીને એક પ્રખ્યાત પુરૂષ હતા. તેણે પિતાના દીકરા શેરખાને ગુજરાતમાં મેક. ગુજરાતના સૂબા મુરાદબક્ષે શેરખાને હાકેમ ની. શેરખાને એક દીકરો સફદરખાં ઈ. સ. ૧૬૯૦ માં પાટણને મદદનીશ હકેમ થયા. બીજે દીકરે મુબારિઝ વડનગરને ઉપરી નીમાયે. ૧૭૦૪ માં સફદરમાં વીજાપુરમાં નીમાયે. ને ૧૭૦૬ માં તેણે દુર્ગાદાસ ઠાકરને હરાવ્યા. તેથી પાટણમાં બીજીવાર નીમાયે. સફદરખાને એક દીકરો જવાંમર્દમાં ઈ. સ. ૧૭૧૬ માં રાધનપુરમાં નીમાયે અને બીજો દીકરો સલાબત મહમદ ખાં ગુજરાતના સુબા મહારાજા અજિતસિંહ તથા સુરત અને ખંભાતના ઉપરી હૈદરકુલીખાં વચ્ચેને કજીયે પતાવવા ગેહીલવાડમાં નીમાયે. હૈદરકુલી ખાં સાથે કંઈ તકરાર થવાથી બાબી મુસલમાનોને આ વખત પાલણપુરમાં આશ્રય લેવાની ફરજ પડી. જયારે તકરાર બંધ પડી ત્યારે સફદરખાને ગેધરામાં, સલાબત મહમદખાને વિરમગામમાં અને તેના દીકરા મહમદ બહાદુરને પ્રથમ અમદાવાદમાં ને પછી મહીકાંઠામાં વીરપુર અને સાદરામાં નોકરી મળી. ત્યાર પછી ગુજરાતની સુબેદારી માટે નીઝામઉલમુક ને હૈદરકુલીખાની વચ્ચે