________________
(૧૦૦) તેથી તે વનથલીમાં રહેવા લાગે. જુનાગઢની ગાદીએ મેકલસિંહ પછી ઈ. સ. ૧૩૯૭ માં મંડળીક બીજે થયે. ને તે પછી તેને ભાઈ મેલક થયે (ઈ. સ. ૧૪૦૦). આ રાજાને ઉપર કટના લેખમાં જીર્ણદુર્ગને યાદવરાણો કહે છે. ગુજરાતના પાદશાહ અહમૂદશાહે અમદાવાદ વસાવી ઈ. સ. ૧૪૧૩ એટલે સંવત ૧૪૬૯માં પ્રથમ વનથળીને ઘેરો ઘાલે. પણ ત્યાંના ૧૮ રાજકુમારે જુનાગઢમાં નાશી જવાથી જુના ગઢને ઘેર્યું. પણ મંડળીક ગીરનારમાં નાશી જવાથી અહમુ. દનું કંઈ વળ્યું નહિ. મીરાતે સીકંદરીમાં આ લડાઈની હકીકત આપી છે, તેમજ તેમાં મરાએલ રા’ તરફના શૂરવીરેના પાળીઆએ વનથળીમાંથી મળી આવેલા હાલ જુનાગઢ સંગ્રહસ્થાનમાં જોવામાં આવે છે.
ઈ. સ. ૧૪૧૫ થી ૧૪૪૦ સુધી જયસિંહ ત્રીજે રાજા થ. રેવતીકુંડના લેખમાં લખેલું છે કે આ જયસિંહેઝાંઝરમર આગળ યવન લેકેને હરાવ્યા. તેના પછી મહીપાળચે થયે. તે ધર્મદ્રઢ હતા અને યાત્રાળુઓની સારી બરદાસ રાખતે.
મંડળીક ત્રીજો પિતાના પિતા મહીપાળની ગાદીએ ઈ. સ. ૧૪૫૧ માં આવ્યા. તે વીર પુરૂષ ભીમ ગોહેલના પુત્ર અર્જુનની પુત્રી કુંતાદેવીને પર હતે. અર્જુનને ભાઈ દદે જે અથીલાને રાજા હતા તે આ મંડળીકને હાથે રણસંગ્રામમાં મરા અને તેના વંશજોએ લાઠીમાં રાજ્ય સ્થાપ્યું. બેટના રાજા સાંગણ વાઘેલાને પણ મંડળીને હરાવ્યું.