________________
(૧૮૪) કે, તમે ઈનામ માગે. વસ્તુપાળે કહ્યું કે તમારે ગુજરાત દેશને હેરાન કરે નહિ સુલતાને તે કબુલ કર્યું. આ પ્રમાણે પરાક્રમી તથા ડાહ્યા મંત્રીઓએ ગુજરાતનું રાજ્ય વિરધવળના વખતમાં ઘણું સમૃદ્ધિવાળું તથા બળવાન કર્યું. આ સેરઠ તાબે કર્યો એટલું જ નહિ, પણ મહારાષ્ટ્ર સુધીના સર્વ રાજાઓને ખંડીઆ કર્યા. સેંકડો રાજાઓ વારંવાર લાખ રૂપિઆની ભેટ મોકલતા હતા. ગુજરાતના રાજ્યને આવી સ્થિતિમાં મુકી વરધવળે દેહત્યાગ કર્યો. તે એ તે ધર્મિષ્ટ, ન્યાયી અને દયાળુ હતું કે તેની ચિંતામાં તેને ૧૦૮ ચાકરે બળી મુઆ. વસ્તુપાળે તેના પુત્ર વિશળદેવને ગાદીએ બેસાડ, મેરૂતુંગાચાર્યની સ્થવિરાવલી પ્રમાણે વિશળ વાઘેલે (વ્યાધ્રપલ્લી પતિ ) ઈ. સ. ૧૨૪૩ માં ગુજરાતની ગાદીએ બેઠો.
વસ્તુપાળ તેજપાળના લેખે ગિરનારમાં ઘણા છે, તે ઉપરથી તથા કેટલાક ગ્રંથો ઉપરથી માલૂમ પડે છે. તેમણે નીચે પ્રમાણે ધર્મનાં કાર્યો કર્યા છે. ૧૩૦૦ જનપ્રસાદ શિખર બંધ કરાવ્યા ૩૬ ગઢ. ૩૨૨ જીર્ણોદ્ધાર.
સરોવર. ૧૦૦૦૦૦ મહાદેવનાં લિંગ સ્થાપ્યાં ૪૦૦ પાણીનાં પરબ. ૧૦૫૦૦૦ નવા જનબિંબ કરાવ્યાં. ૪૬૪ વાવ. ૮૪ મશીદ.
૯૦૦ કુવા. ૯૮૪ ઓષધશાળા,
૭૦૦ ધર્મશાળા. છત્રીસ લાખ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં