________________
(૧૮૧) સાદ એવું નામ પાડયું. તથા ભાવબૃહસ્પતિને બ્રહ્મપુરી ગામ અર્પણ કર્યું, કુમારપાળને પુત્ર ન હોવાથી તેના પછી તેના ભાઈ મહીપાળને દીકરે અજેપાળ ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાતની ગાદીને વારસ થયે. તેણે કુમારપાળનાં બંધાવેલાં ઘણાં દેર તેડી નાંખ્યાં. ગિરનાર આગળના કુમારપાળના દેરાની આસપાસની દેરીઓ તે વખતે તોડી નાખી હોય એમ લાગે છે.
અજેપાળ પછી બાળ મૂળરાજ ઈ. સ. ૧૧૭૬ માં રાજા છે. તેના વખતમાં શાહબુદીન ગેરીએ હિંદુસ્તાન ઉપર સ્વારી કરી. ઇ. સ. ૧૧૭૮ માં ભેળભીમ ગાદીએ આવ્યા. તેને દિલ્લીના રાજા પૃથુરાજ ચૌહાણ સાથે લડાઈ થઈ તેમાં ગિરનારને રાજા ચુડાસમા જયસિંહ ભીમની મદદે આવ્યા હતા. આ જયસિંહ, ઉપર આવી ગએલા રા'કવાટ બીજાને પુત્ર હતે. તે કને જના રાજા જયચંદ્રને સો હતો. અને ત્યાંથી સોરઠ આવતાં તેણે ગ્વાલિઅર જીતી લઈ મેવાડના રાજાને હરા
વ્યા હતા. જ્યસિંહ મૃત્યુવશ થવાથી તેની ચિંતામાં તેની રાણી બળીને સતી થઈ. જયસિંહ પછી રાયસિંહ, (ઈ. સ. ૧૧૮૦ માં ) ને તે પછી ગજરાજ અથવા મહીપાળ બીજે ઇ. સ. ૧૧૮૪ માં જુનાગઢની ગાદીએ આવ્યા. ગજરાજની મેતીનાદે નામની પુત્રી સરસાના રાજા વછરાજના પુત્ર મલખાંને પર હતી. ગજરાજ પછી જયમલ ગાદીએ આવ્યું. (. સ. ૧૨૯૧) તેને ઘણા રાજાઓ ઘોડાની ભેટ કરતા.