________________
(૧૬) વંશમાં વિક્રમ રાજા થયે. તેને અમલ સૈારાષ્ટ્રમાં પણ હતો. વિકમે પોરવાડ વણિક જાવડશા શેઠને મહુવા બંદર જાગીરમાં આપ્યું. ભાવડના પુત્ર જાવડશાહે શત્રુંજય તથા ગિરનારને તેરમે ઉદ્ધાર કર્યો (સંવત્ ૧૦૮. ઈ. સ. પર) કનિષ્કના વખતમાં મહાક્ષત્રપ રૂદ્રદામા થયો. રૂદ્રદામાએ પિતાની તીજે રીમાંથી લાખ સોનૈયા કાઢી પિતા તરફના સૌરાષ્ટ્રના સુબા કુલેયના પુત્ર સુવિસાક પ૯હવ પાસે ઈ. સ. ૧૨૯ ની મોટી રેલથી નાશ પામેલું સુદર્શન સરોવર ફરીને બંધાવ્યું સુવાસાકે આશરે ઈ. સ. ૧૩૭ માં તે કામ પૂરું કર્યું. (ઈ. સ. કરમાં ખેડાના દેવાદિત્ય નામના બ્રાહ્મણની દીકરી સુભગાને પુત્ર શિલાદિત્ય સૂર્યદેવતાની સહાયતાથી વલભીપુર (ભાવનગર પાસે વળા ગામની નજીક)નો રાજા થયો. ભૂગુકચ્છ (ભરૂચ)ને રાજા વેરે પરણાવેલી પિતાની બહેનના દીકરા શ્રી મલ્લદેવના ઉપદેશથી જૈનધર્મ પાળીને શિલાદિત્યે શત્રુંજય તથા ગિરનારમાં ઘણું દ્રવ્ય ખરચ્યું. શિલાદિત્યના વખતમાં ધનશ્વરસૂરિએ શત્રુંજય માહાસ્ય રચ્યું.
કુમાર ગુમના પુત્ર કંદગુપ્ત સૈારાષ્ટ્રનું રાજ્ય શાક અથવા ક્ષત્રપ લેક પાસેથી જીતી લીધું, ને ઈ. સ. ૪૪૯ માં પરણદત્તના પુત્ર ચક્રપાલિતને સૈારાષ્ટ્રના અધિકારી ની. તે અરસામાં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવ ફાટી ગયું. ૧ આ વીશે લેખ અશોકના લેખની થડમાં જ છે. ૨ આ બાબતનો લેખ પરુ અશોકના લેખવાળા પત્થર પાસેજ છે.