________________
સૌરાષ્ટ્રનો ઈતિહાસ.
ઇસ્વીસનની સાતમી સદીમાં હ્યુએનસાંગ નામને ચીનને મુસાફર હિંદુસ્તાનમાં પ્રવાસ કરવા આવ્યું હતું. તેણે સારાષ્ટ્રનું વર્ણન આપ્યું છે. તે ઉપરથી તથા ભાલને ભાગ જેવાથી એમ અનુમાન થાય છે કે, સૌરાષ્ટ્ર દેશ અસલ ટાપુ હશે. પ્રાચીન પુસ્તકમાં સૌરાષ્ટ્રનું કુશદ્વીપ એવું નામ આપેલું છે, તેથી પણ આ બાબતને ટેકે મળે છે. કૃષ્ણ વાસુદેવના વખતમાં કુશદ્વીપમાં આનર્ત નામને રાજા હતા તે ઉપરથી કુશદ્વીપના કેટલાક ભાગને આનર્ત કહેતા. આનર્તના પુત્ર રેવત ઉપરથી ગીરનારનું નામ રેવતાચલ પ્રસિદ્ધ થયું. રેવતની પુત્રી રેવતી જે કૃષ્ણના ભાઈ બલભદ્રને પરણી હતી, તેના નામ ઉપરથી હાલ રેવતીકુંડ પ્રસિદ્ધ છે. કૃષ્ણ તથા પાંડના વખતમાં મગધ દેશમાં કઈ સહદેવ નામને રાજા હતું. તેની ૩૫ મી પેઢીએ અજાતશત્રુ રાજા થયે. તેના વખતમાં મૈતમ બુદ્ધ થયે. અજાતશત્રુની છઠ્ઠી પેઢીએ નંદરાજા થયે. નંદને સાળે રોદ્રાક્ષ જુનાગઢને સુબે થયે. નવમા નંદની ગાદીએ માર્યવંશને ચંદ્રગુપ્ત રાજા થયો. ઈ. સ. પૂર્વે ૩ર૭ વર્ષે ગ્રીસના સિકંદર બાદશાહે હિંદુસ્તાન ઉપર વારી કીધી. ત્યાર પછી તેને સરદાર સેલ્યુકસ ગ્રીક એશિઆને હાકેમ થયે. તે અરસામાં ચંદ્રગુપ્ત રાજા મગધ દેશના પાટલીપુત્ર (પટના) માં રાજ્ય કરતા હતા. તેના સાળા પુષ્પગુપ્ત