________________
(૧૬) વસ્તુપાળે શત્રુંજય તથા ગિરિનારને ઉદ્ધાર કર્યો. સંવત ૧૩૭૧માં સમરાશા ઓસવાળે પંદરમો ઉદ્ધાર કર્યો. તે દિલ્લીના પાદશાહને મામે હતે. .
જાદવ ને સમરાશા વચ્ચે ત્રણ લાખ ને ચોરાશી હજાર સંઘપતિ થયા. સમરાશાએ નવ લાખ હેમ ટકા ખરચી નવ લાખ બંધીવાન છેડાવ્યા. તે પાલીતાણાને શ્રાવક હતે. તેણે દિલીના પાદશાહને પિતાને ઘેર આશ્રય આપ્યું હતું. તેથી દિલીને પાદશાહ તેને મામે કહિ બોલાવતે. સંવત ૧૫૮૭માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યમાં ચિત્તોડને રહેવાશી મંત્રી કરમાશાહ થયે, તે ગુજરાતના રાજ્ય દીવાન મુઝદખાને આડતીએ હતું. તેણે સળગે ઉદ્ધાર કર્યો તે હજુ ચાલે છે.
દુપ્રસહસૂરિના પ્રતિબંધથી વિમલવાહન રાજા સત્તર ઉદ્ધાર કરશે. તે વખતે મનુષ્યની ઉંચાઈ બે હાથ રહેશે.