________________
રત્નની પ્રતિમા ભંડારીને સુવર્ણની કરી, તથા રૂપાનાં દેવાલય કર્યો. ત્યાર પછી દશ લાખ ને ત્રીસ કેડી સાગર ગયા પછી અભિનંદનના ઉપદેશથી વ્યંતરે આઠમે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ચંદ્રપ્રભુના સમયમાં ચંદ્રશેખરના પુત્ર ચંદ્રયશ રાજાએ નવમો ઉદ્ધાર કર્યો, ત્યારપછી સળમાં તીર્થકર શાંતિનાથના બેધથી તેમના પુત્ર ચકાયુધ દશમ ઉદ્ધાર કર્યો.
ત્યાર પછી મુનિસુવ્રતના વારામાં દશરથસુત રામચંદ્ર અગ્યારમે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી નેમિનાથના વખતમાં પાંડ
એ બારમો ઉદ્ધાર કર્યો. તેમણે કાષ્ટને પ્રાસાદ કરી લેપમયી મૂર્તિ સ્થાપી.
પાંડે પછી ચોરાશી હજાર વર્ષે મહાવીર સ્વામી થયા ને ત્યાર પછી ચારસે શીતેર વર્ષે વિકમરાજા થયા. વિકમ સંવત ૧૦૮ માં પોરવાડ જાવડશા નામે કાશમીરને વેપારી થયે. તેના પિતા ભાવડે વિક્રમ પાસેથી મધુમતી (મહુવા) જાગીરમાં મેળવ્યું હતું. છેલ્લા દશપૂર્વધારી વજી સ્વામીના ઉપદેશથી જાવડશાહે ચોથા આરામાં બાર ઉદ્ધાર થયા પછી પાંચમા આરામાં તેરમો ઉદ્ધાર કર્યો. (ઈ. સ. પર) જાવડના દીકરા ઝાંઝણશાહે ગિરનારને ઉદ્ધાર કર્યો. પાંડવ ને જાદવ વચ્ચે ૨૫૫૭૫૦૦૦ રાજાઓ શત્રુંજયનાસંઘવી થયા.
સંવત ૧૨૧૩માં શ્રીમાળી બાહડ નામક કુમારપાળ રાજાના પ્રધાને ચોદમે ઉદ્ધાર કર્યો. સંવત ૧૨૮૬માં