________________
ને સુંદરી તથા નવાણું ભાઈ તથા મુખયક્ષ ને ચક્રેશ્વરી દેવી એ સર્વેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
દ્વિતીય ઉદ્ધાર ભરતની ગાદીએ આદિત્યયશ, મહાયશ, બલભદ્ર, બળવીર્ય, કીતિવીર્ય, જલવીર્ય, એમ છ રાજાઓ અનુક્રમે થયા, ને આઠમી પાટે દંડવીર્ય રાજા થયો. તેણે ભારત પછી છ કોડ પૂર્વ ગયા પછી ભારતની માફક સંઘવી થઈને બીજો ઉદ્ધાર કર્યો. આ આઠે રાજાએ અરિસાભુવનમાં કેવળ પામી મેક્ષ ગયા છે.
તૃતીયાદ્વાર તથા બીજા ઉદ્ધાર,
ત્યારપછી સો સાગર ગયા પછી ઈશાનેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરજીનના ઉપદેશથી ત્રીજે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી એક કડી સાગર વીત્યા પછી ચેથા દેવલોકના અધિપતિ માહેન્દ્ર ચોથો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી દશકેડી સાગર ગયા પછી પાંચમા દેવલોકના સ્વામી બ્રક્ષેન્દ્ર પાંચમો ઉદ્ધાર કર્યો. તે પછી એક કડી ને લાખ સાગરને અંતરે ભવનપતિના ઇંદ્ર ચમરેલ્વે છઠ્ઠો ઉદ્ધાર કર્યો
આદીશ્વર પછી પચાસકેડી લીખ સાગર ગયા પછી બીજા તીર્થકર અજીતનાથના પિત્રાઈ ભાઈ સુગર ચક્રવતીએ પુત્ર મરણની ચિંતા તજીને શત્રુંજય ગિરિને સાતમે ઉદ્ધાર કર્યો, ને પડતે કાળ આવતો જાણે પશ્ચિમ દિશાની ગુફામાં