________________
(૧૬૩) छडेणं भत्तेणं अप्पाणएणं च सत्तजत्ताओ। जो कुणइ सिमुंजे सो तइय भवे लहइ सिदिम् ॥१॥ नवि तं सुवनभूमी भूसणदाणेण अन्नतिथ्थेसु । जं पावइ पुरणफलं प्यान्हवणेण सित्तुंजे ॥ ५ ॥ जं किंचि नामतिथ्थं सग्गे पायाले माणुसे लोए । तं सम्वमेव यिट्ठ पुंडरिए वंदिए संते ॥६॥
પ્રથમ ઉદ્ધાર. ઇષભદેવના પુત્ર ભરત ચક્રવર્તિ એ, બત્રીસ હજાર મુકુટબંધ રાજાઓ, ચોરાશી લાખ નિશાન ઠંકા, રત્નજડિત સામાનવાળા ચોરાશી લાખ હાથી, પગે સેનાની ઝાંઝરવાળા તથા કોટે સુવર્ણની ઘૂઘરમાળવાળા મહા રૂપવાન બળદોથી જોડેલા ચોરાશી લાખ રથ, છનુક્રોડ પાયદળ, અઢાર ક્રોડ અશ્વ, ત્રણ કોડ પ્રધાન, ત્રણ કોડ વ્યાપારી, ઈત્યાદિ ઋદ્ધિ સહિત રાજય આવીને ઉદ્ધાર કર્યો. દેઢ કેસ લાંબે ને હજાર ધનુષ પહાળો એ ચાર દિશાએ ચાર દ્વારા રત્નતોરણ શોભિત સુવર્ણપ્રાસાદ કરાવીને દરકે બારણે એકવીસ મંડપ રચાવી મૂળ ગર્ભગૃહમાં આદીશ્વરની મણિમયે ચાર મુર્તિ પધરાવી. બંને પાસે નમિ તથા વિનમિ એ બે કાઉસગીઆ સ્થાપ્યા. તથા પુંડરીક ગણધરની મૂર્તિઓ ભરાવી. વળી સમવસરણ રચ્યું, તથા પિતાના દાદા નાભિ ને દાદી મરૂદેવા તથા માતાઓ સુમંગળા ને સુનંદા તથા બહેને બ્રાહ્મી