________________
હોય છે. ને છઠ્ઠા આરામાં સાત હાથ છેટે ઉંચે રહે છે. તેથી આ તીર્થ શાશ્વત છે. વળી શત્રુંજય ઉપર કે કોણ મોક્ષ પામ્યા છે, તે સાંભળી શ્રોત્રને પવિત્ર કરે. * રાષભદેવના પ્રથમ ગણધર પુંડરીક પાંચકોડ મુનિ સાથે ચૈત્રી પુનમ ઉપર મેક્ષ ગયા, તે ઉપરથી શત્રુંજયનું નામ પુંડરીકગિરિ પડયું. કાવડને વારિખિલ્લ નામના બે ભાઈ દશ કોડ મુનિ સાથે કાર્તિક પુનમને દિન મોક્ષ ગયા. નમિ તથા વિનમિ નામના બે વિદ્યાધર ભાઈઓ બે કોડ મુનિ સાથે સિદ્ધ થયા. ના પુત્ર ભરત તથા તેની ગાદીએ થએલા અસંખ્ય રાજાએ મુક્તિ પામ્યા. પ્રદ્યુમ્ન ને સાંબ પ્રમુખ કૃષ્ણના સાડા આઠ કોડ પુત્ર-પત્ર શિવગતિ પામ્યા. પાંડ વીસડ મુનિ સાથે શિવરમણ વર્યા. નારદ મુનિ એકાણું લાખ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. રામ ભરતાદિક ત્રણ કોડ મુનિ સાથે નિર્વાણું પામ્યા. થાવસ્થા તથા શુકમુનિએ હજારહજાર મુનિ સાથે સંસાર છોડે. શેલગ મુનિ પાંચસો મુનિ સાથે મોક્ષ પામ્યા.
वीतरागसमो देवो न भूतो न भविष्यति ॥१॥ कृत्वा पापसहस्राणि हत्वा जंतुशतानि च ।
इदं तीर्थ समासाद्य तिर्यचोऽपि दिवंगताः ॥२॥ ... एकैकस्मिन् पदे दत्ते शत्रुजयगिरि प्रति ।
भवकोटि सहस्रेभ्यः पातकेभ्यो विमुच्यते ॥३॥