________________
वर्षसहस्रद्वितयं प्रावर्तते यत्र किल शिवासनोः । लेप्यमयी प्रतिमासौ गिरिनार गिरीश्वरो जयति ॥१७॥
નેમીશ્વર પ્રભુની લેખમયી પ્રતિમા જ્યાં બે હજાર વર્ષ સુધી (ટકી) રહી, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૭
लेपगमेऽम्बादेशात्प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् । ' रतनोऽस्थापयतासौ गिरिनार गिरीश्वरो जयति ॥१८॥
લેપમય મૂર્તિનો નાશ થયે સતે અંબાદેવીના આદેશથી રતન શ્રાવકે જ્યાં પશ્ચિમ સામું (નવું) ચૈત્ય સ્થાપ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૮
काञ्चनवलानकान्तः समवसृतेस्तन्तुनेह किंवमिदम् ।। रतनेनानीतमसौ गिरिनार गिरीश्वरोजयति ॥ १९ ॥
કાંચન બલાનકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સૂત્રના તાંતણા વડે ખેંચીને આ (આ જ કાળે વિદ્યમાન) બિંબ અહીં આપ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૯
बौद्धनिषिद्धः संघो नेमिनती यत्र मंत्रगगनगतिम् । जयचन्द्रमादिशदसौ गिरिनार गिरीश्वरो जयतिः ॥२०॥
જ્યાં નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવામાં (યાત્રા કરવામાં) બૌદ્ધવડે નિષેધ કરાયેલા શ્રી સંઘે (સહાયને માટે) મંત્રબળથી આકાશમાં ગમન કરી શકનાર જયચંદ્ર મુનિને ત્યાં આવવા ફરમાવ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વસે છે. ૨૦