________________
(૧૫૯) ને છેલ્લા આઠ તીર્થકરેના પિતા અનુક્રમે મહેંદ્ર દેવલોકમાં ગયા. પહેલા આઠ જીનની જનનીઓ મોક્ષગતિ પામી. બીજા આઠની માતાઓ સનકુમારદેવલેકમાં ગઈ ને છેવટના આઠ તીર્થકરની માતાઓ માહેદ્ર દેવલોકમાં ગઈ.
દીનાનાથ દેહદહન. નિજરનાથ નમસ્કૃત નેમિનાથ જીનપતિનું મેક્ષગમન જાણી ચોસઠ કલપેન્ટે તેમના શરીર પાસે આવી નીચે પ્રમાણે કલ્પાંત કરે છે. હે સુખસા શિવરમણ સ્વામી ! હવે અવદ્યભેદિની દેશના કેણ દેશે? હે હરિવંશચંદ્ર ! હિતશિક્ષા કોણ કહેશે ? અમે પ્રભુજી કોને કહીશું? કોનું મુખારવિંદ જેમાં પ્રમોદ પામશું ? હે વિશ્વવંદ્યસ્વામી ! કેમ બોલતા નથી. હે દુરસંસારવિકારનિવારક નેમિન ! નેત્રથી હવે કેને નિરખા. હેવરિષ્ટ, હે ગરિષ્ટ, હે મહિષ્ટ હે પરમેષ્ટ, હેપરએષ્ટિ, આગમના અમૃત રસના અંબુદને વરસાવે. એમ અનેક પ્રકારે અગાધ શેક કરી ધનદદેવને શિબિકા કરવાને આદેશ કર્યો. તેણે પણ રૂદન કરતાં કરતાં સકલ પુગલ સંગવત શ્યામવિભુના શબને ચંદન ચચીને શિબિકામાં સ્થાપ્યું. અગ્નિકુમાર દેવતાએ તે શિબિકાને નૈઋત્યપણુમાં રત્નશિલા પર સ્થાપીને શીર્ષ તથા ચંદનાદિક કાછોએ કરી કલ્યાણ કેલિસદન ભગવાનના કલેવરને અગ્નિસંસ્કાર કર્યો. વાઘુકુમારદેવે વાયુ ચલાવ્યું, ને અંતતઃ ક્ષીરદધિના અંબુથી અગ્નિને શાંત કર્યો. અન્ય મુનિઓના અંગને