________________
(૧૫૪) મન:પર્યવજ્ઞાની, ૪૦૦ ચોદપૂવી, ૧૬૦૦૦ શ્રાવક, ૩૩૬૦૦૦ શ્રાવિકા, (૩૨૦૦૦શત્રુજ્યમાહાસ્ય) એમ ચતુર્વિધ સંઘને પરિવાર સાથે લઈ ૩૪ અતિશયે કરી વિરાજમાન ભગવાન આર્ય તથા અનાર્ય દેશોમાં વિચરતાં પિતાને નિર્વાણ સમય સમીપ આવેલ જાણે શ્રી રેવતાચલે આવ્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સપ્તભંગીયુક્ત સ્યાદ્વાદશૈલીવાળી છેલ્લી દેશના આપી કેટલાકને પ્રતિબધી દીક્ષા દીધી. છેવટે પાદપગમન અનશન કરી, અષાઢ સુદિ અષ્ટમીને દિવસે ચાર અઘાતિક કર્મ તેડીને, ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવ્યા ત્યારે, ૫૩૬ સાધુની સાથે પરમપદમાં પધાર્યા. પ્રભુજીએ ૩૦૦ વર્ષ ગ્રહવાસ કર્યો ૫૪ દિન પરીષહ સહન કર્યા ચેપન દિન ઉણા સાતમેં વર્ષ કેવળપણે રા; એ રીતે કુલ સહસ્ત્ર વર્ષનું આયુષ સંપૂર્ણ કરી એક સમયમાં નિરંજન નિરાકારપણે સિદ્ધસ્થાનમાં બિરાજમાન થયા.
પવિત્રાત્મા સમુદ્રવિજયને પરમ પૂજ્ય પુત્ર અધર્માદિને નિભેદ કરી સંસાર સમુદ્રમાં વિજય મેળવી પંચ અનુત્તરમાંના વિજ્ય વિમાનની ઉપર વિજયાદમાં વિરાજે છે, ને અનંત વિજયને વૈભવ ભોગવે છે. શર્મકર શિવાદેવીના શિવશંકર સુતે શુદ્ધ ને સિદ્ધ થઈ શિવાલયમાં જઈ શિવસુંદરીનું શાશ્વત સુખ સંપાદન કર્યું છે. ઉગ્રસેનને અગ્રેસર જામાતા મહઉવશની ઉગ્રસેનને ઉગ્રતરતેજવડે હઠાવીને મોક્ષરૂપી જાયાજનકનિકેતનમાં જામી ગયો છે. દીતિમતી દ્વારાવતી