________________
(૧૫૩) મિષ્ટ ઉપદેશ સાંભળી પાંડવે પિતાના પૂર્વભવ વિષે પૂછતા હવા. શિષ્યકલભસંયુક્ત ગુરૂ ગજરાજે કહે છે. હે પાંડ! પૂર્વે તમે આસન્નાચળ નગરમાં સુરતિ, શાન્તનુ, દેવ, સુમતિ ને સુભદ્ર એવેનામે પાંચ ભાઈ હતા. જાતના ખેડુત હતા. એકદા ચશોધર્મ મુનિના વચનથી સુપ્રતિબંધ પામી સંસારને અનાદર કરી સંયમવતને સ્વીકાર કર્યો. નિસ્પૃહાથી વિચરતાં ભિન્ન ભિન્ન તપ કરવા લાગ્યા. સુરતિએ કનકાવળી તપ કર્યો. શાન્તનુ રત્નાવની તપ તપે. દેવે મુક્તાવળી તપ આદર્યો. સુમતિએ સિંહ વિક્રીડિત તપ કીધે ને સુભદ્ર વદ્ધમાન તપ આરંભે. અંતે અનશન કરી આલેખ્યશેષ થઈ અનુત્તર વિમાને દેવતા થયા. ત્યાંથી આવીને તમે પાંચે પાંડુના પુત્ર થયા. ને આ ભવને વિષે તમને પંચમ ગતિને પરમ લાભ થશે. એમ માનવિયુક્ત મુનિનાં વચન સાંભળી વૈરાગ્ય પામી જરાકુમારને પાંડુ મથુરાપુરીનું રાજ્ય સોંપી મહોત્સવ કરી પાંડેએ પ્રતિષ્ઠિત ગુરૂ પાસેથી સાદિ અનંત નિવાસમાં પ્રવેશ કરવાના સપાન પંક્તિપ્રતિમ સંયમ ભારને સ્વીકાર કર્યો. કુંતીને પદીએ પણ દીક્ષા લીધી.
શ્રી નેમિનાથ નિર્વાણ. વરદત્ત પ્રમુખ અગીઆર ગણધર, ૧૮૦૦૦ સાધુ, (૨૪૭૦૦ શત્રુંજયમાહાભ્ય), ૪૦૦૦૦ સાધ્વી, ૧૫૦૦ ક્રિય લધિવાળા મુનિ, ૧૫૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ કેવળી, ૧૦૦૦