________________
(૧૫) ધ્યાન ધરે, કોઈક પ્રાણી અનશન આદરે, કેઈક તપ કરે, એ દેખાવ જોઈ કઈ પુરૂષે તેનગરના નરેશને ભંભેર્યો. એટલે
આ મુનિ તપ કરી મારું રાજ્ય ગ્રહણ કરશે એવી ભીતિથી તે ભૂપતિ સૈન્ય લઈને બલભદ્રને વીંટતે હવે, પણ સિદ્ધાર્થ દેવ તે સૈન્યને રણમાં હરાવી બલભદ્રની રક્ષા કરતે હવે તેથી તે નૃપતિ બલભદ્રને સાષ્ટાંગ નમસ્કાર કરી ચાલ્યા ગયે.
અન્યદા કોઈ મૃગ પૂર્વભવના સંબંધથી મુનિ પાસે આ વિને શિષ્યની માફક તેની સેવા કરવા લાગ્યા. રામઋષિ પારણાને માટે અરણ્યમાં લાકડાં લેવા આવેલા કઈ રથકારની પાસે ગયા. મૃગ પણ આગળ ચાલે છે. રથકારે પણ આનંદ પામી આત્માની પ્રશંસા કરી સુપ્રતિષ્ઠ સાધુને શુદ્ધ ભાવે શુદ્ધ આહાર આપે. મૃગે પણ હર્ષથી ઉચે મુખે જોઈ તેની અનુમોદના કરી. તેવામાં એચિંતા અર્ધ છેઠેલી વૃક્ષની ડાળ પડવાથી મુનિ, રથકાર ને મૃગ ત્રણે જણ મૃત્યુ પામ્યા. ને બ્રહ્મ દેવલોકમાં પવોત્તર વિમાનમાં દેવતા થયા.
કૃષ્ણને મહિમા. બલભદ્ર દેવતાએ અવધિજ્ઞાનના ઉપગથી જાણ્યું કેમારો ભાઈ કૃણ નરકમાં છે, તેથી વૈક્રિય શરીર કરી નરકમાં આવી કૃષ્ણને રને હપૂર્વક કહે છે –હે બાંધવ! તમે ભય પામશે નહિ. હું તમારે વડીલ ભાઈ છું. ચાલે તમને ત્રિવિષ્ટપમાં તેડી જાઉં, તમારું દુઃખ મારાથી ખમાતું નથી, એમ કહી કૃષ્ણને ઉપાડવા જાય છે તે પારાની માફક તેનું શરીર વિખરાઈ