________________
(૧૪૯)
બલભદ્ર સંચમધારણ.
હવે પપત્રના પટમાં પાણી લઈને બલભદ્ર પાછા આવી જુએ છે તે કૃષ્ણ નિદ્રાવશ છે એમ લાગ્યું. ક્ષણવાર ઉભા રહ્યા. પણ માખીઓ મેં ઉપર બણબણ કરી ઉડી રહી છે, તેથી વસ્ત્ર ઉંચું કરી જુએ છે તે પ્રિય બાંધવ પ્રાણરહિત જણાયે. તેથી ઝટિતિ મૂર્છા આવી. હલધર ધરણી ઉપર ઢળી પડયો. સચેત થઈ અત્યંત કપાત કરવા લાગે. આલિંગન દઈ કહે છે –હે ગોવિંદ, હે બંધુ! તમે શા માટે બોલતા નથી? હે વનમાલી! હે વિષ્ણ! તમે મારા લઘુ ભાઈ છે તે પણ ગુણના ભંડાર છે. હે ગેપાલ મેં તમને લાડલડાવી ઉછેરી–પાળીને તથા મારા હાથે પારણામાં હલરાવી મેટા કર્યા છે, ને હે દીનાનાથ! દયાળુ દામોદર! તમે દાઝયા ઉપર ડામ કેમ દે છે. ? હે વિદ્વદર્ય વિશાપતિ વિઠ્ઠલ! મને વારિ લાવતાં વાર લાગી હોય તે મારે વાંક ક્ષમા કરો. હે મુરલીધર! તમારા સિવાય હું પલમાત્ર પણ રહી શકતું નથી. આમપરિવેદના કરતાં શર્વરી પૂર્ણ થઈ, ને દિવસ ઉગે. તે પણ કૃષ્ણ બોલતા નથી. તેથી ખાંધે બેસાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા, કેઈ કઈ વાર ભૂમિપર મૂકી અતિ સ્નેહપૂર્વક બોલાવે. એમ છ મહીના ગાળ્યા. એવામાં બલભદ્રને સિદ્ધાર્થ સારથિ જે દેવતા થયે હતે તે ત્યાં આવ્યા. અત્યંત ચકચૂર થઈ ગયેલા રથને સાંધે, પ્રસ્તરમાંને પદને રોપે, રેતીમાં ઘણું ફેરવે, દાવાનળમાં બળેલા ઝાડને પાણી પાય, ગાયનાં મુડદાને ઘાસ ખવરાવે,