________________
(૧૮) પામી ભીતિ સહિત છે. દશમા દશાઈ વસુદેવ ને જરારાણીને પુત્ર હું જરાકુમાર છું. કૃષ્ણના મૃત્યુને મરણ પમાડવા માટે બાર વર્ષથી આ વિપિનમાં રહું છું, મેં આ અરણ્યમાં આજ સુધી કે મનુષ્ય જ નથી. માટે તું કેણ છે? તે કહે : કૃષ્ણ કહે છે, જેને બચાવવા માટે તું બાર વર્ષ વનમાં રહ્યો તેજ હું તારો લઘુ ભ્રાતા કૃષ્ણ છું. તું અત્રે આવ, તારો પ્રયત્ન વૃથા ગયે. જે થવાનું હતું તે થયું. તેમાં તારે કંઈ વાંક નથી. પણ જે બળરામ આવશે તે તને હણશે, માટે આ મારે કસ્તુભમણિ લઈને પાંડુમથુરા નગરીમાં પાંડ પાસે ઝટ નાશી જા. તેમની પાસે મારી વતી ક્ષમા માગી દ્વારિકા બળી ગઈ, ને મારું નિધન થયું, વિગેરે સર્વ વૃત્તાંત કહેજે. એટલે તે તારું રક્ષણ કરશે. એવું સાંભળી જરાકુમાર જીવ લઈને ત્યાંથી નાઠો એટલે કૃષ્ણના ચિત્તને વિષે તેના ઉપર ક્રોધ આવ્યા. તેથી કહે છે : અરે! હું વાસુદેવ વિખંડને ભેકતા છું, ને એ દુષ્ટ મારે વધ કર્યો તેને મેં જીવતે જવા દીધા. આવા અશુભ ધ્યાને હજાર વર્ષની ઉમરે કૃષ્ણ કથશેષ થઈને ત્રીજી નરકે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી વૈમાનિક દેવતા થશે. ત્યાંથી આવીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતદ્વારપુરે જીતશત્રુને ઘેર અવતાર લઈ અમમ નામે ત્રિદશનાથનતક્રમ એવા બારમા તીર્થંકર થશે. ને શિવરાજ્યના રંગમહેલમાં વિરાછ મહાનંદ પામશે. કૃષ્ણ સેળ સંવત્સર કુમારપણે રહ્યા. છપ્પન વર્ષ મંડલિકપણે રહ્યા ને ૨૮ વર્ષ વાસુદેવપણે રહ્યા.