________________
(૧૪) હીન લેકે સ્તબ્ધ બની ગયા. ને ચોધાર આંસુથી રડારડ કરી કૃશાનુના કોપથી કપાળ કૂટવા લાગ્યા. કેઈ માતાને બોલાવે, કઈ પિતાને બોલાવે, કઈ પિતાના પુત્ર, મિત્ર કે કલત્રને બોલાવે; એમ દુખના માર્યા લેકે બેભાન થઈ એક બીજા ઉપર પડતા પડતા ભડકાઓમાં બળતા હતા. કોઈને કંઈ સૂજે નહિ, કઈ કેઈનું થયું નહિ, સગાઈ તથા મિત્રાચારી કાળની કવેળાએ કામમાં આવી નહીં. આવી દેવદુર્વિપાકની દુર્દશામાં કૃષ્ણ તથા બળરામે રથ તૈયાર કરીને પોતાના પિતા વસુદેવ તથા દેવકી અને રોહિણું માતાને રાજમહેલમાંથી કધે બેસાડી બહાર કહાલ્યા, ને રથમાં બેસાડી હુતાશનમાં હેમાચેલી રચ્યાઓમાં થઈને નગરની બહાર નીકળવા લાગ્યા. પણ કપાયનના દુષ્ટ ક્રોધથી અધવૃષભ ચાલે નહિ, તેથી રથને પતે ખેંચવા લાગ્યા. રથ પણ ભાગ્યે; તેથી ઘણે પ્રયાસ કરી દ્વારિકાના દરવાજા સુધી આવ્યા. ત્યાં જુએ છે તે બારણા બંધ થયેલાં છે, પાદપ્રહારથી કૃષ્ણ દ્વાર તોડયાં. પણ રથ બહાર નિકળી શકે નહિ. દેવગતિ આગળ કંઈ પણ ચાલ્યું નહિ. છેવટે વસુદેવ દેવકી ને રેહિણ, કૃષ્ણ તથા બળરામને કહે છે: હે પુત્રો તમે તે ઘણા ઉપાયે કીધા, પણ જે ભાવી વસ્તુ છેતે મિસ્યા થવાની નથી. માટે હવે તમે બસ કરે. એમ કહી પાપ સંતાપને કાપનાર નેમિનાથનું શરણ કરી ચતુર્વિધ પ્રાશનનું પ્રત્યાખ્યાન કરી, અરિહંત, સિદ્ધ, સાધુ ને ધર્મને આશ્રય લઈ ત્રણે જણ બળી મૃત્યુ પામી સ્વર્ગે ગયાં, રામ ને ૧૦