________________
(૪૦) યુધિષ્ઠિર એક એકના હાથ પકડી વરદત ગુરૂ સાથે દેરામાં પિઠા. એવામાં પાષાણની સાંધામાં ઉગેલા પ્રભૂત ઘાસની અંદર રહેલી પ્રભુની પ્રતિમાને દેખી અત્યંત દુઃખ પામી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે: “હે યુધિષ્ઠિર ! કાળના પ્રભાવથી આ તીર્થ પણ જીર્ણ થયું છે. ” આ વખતે પાંડુરાજા જે કાળ કરીને દેવતા થએલે તે તે આવીને કૃષ્ણને કહે છે : હે કૃષ્ણ! કાર્ય કરવામાં તું પ્રવીણ તેમજ પરાક્રમી છે. તે પૂર્વે ગિરનારને ઉદ્ધાર કીધે છે, માટે શત્રુંજયના ઉદ્ધારને લાભ મારા પુત્રોને આપ કૃણે પણ પ્રીતિપૂર્વક કહ્યું : “તેમાં તમારે કહેવું પડે તેમ નથી. અમારે તથા પાંડે વચ્ચે કંઈ પણ અંતર નથી. એ સાંભળી તે દેવ સંતોષ પામી કૃષ્ણના વખાણ કરી યુધિષ્ઠિરને એક મણ આપી પિતાને
સ્થળે ગયા. ત્યાર પછી હર્ષપૂર્વક વિચક્ષણ કારીગર પાસે ધર્મરાજાએ મને હર ચૈત્ય કરાવ્યું. પછી કલ્પવૃક્ષની માળાએ કરીને શોભતે, દેવતાએ દીધેલે મણિ પ્રભુના હદયમાં સ્થાપીને પાંડવેએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરીને બિંબ સ્થાપના કર્યું ને નેમિનાથના પ્રથમ ગણધર વરદત્ત જે તેમના ગુરૂ હતા તેની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. પછી જેમના સંપૂર્ણ મને રથ પૂર્ણ થયા છે એવા પાંડુપુત્ર અરિહંતની અષ્ટ પ્રકારે પૂજા કરી, ધ્વજાદંડ ચઢાવી અનેક પ્રકારે દાનની વૃષ્ટિ વરસાવી, સંધભક્તિ કરી, ઇકોત્સવ, ચામર, છત્ર, દીપ, પાત્ર પ્રમુખ ઉપકરણે ત્યાં મૂકી સર્વ રાજાઓ સાથે હર્ષ સહિત શત્રુજ્ય ગિરિથી નીચે ઉતર્યા ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ)માં ચંદ્ર