________________
(૧૩૯) જાતા રથનેમિ પ્રમુખ બીજા યાદ પણ દીક્ષાવ્રત લઈ તીવ્ર, તપ કરતા હતા. થાવગ્યા કુમારે પણ બત્રીશ સ્ત્રીઓને સોળ વર્ષની ઉમરે તજીને હજાર પુરૂષના પરિવાર સાથે પ્રવજ્યા લીધી. તે સર્વેને કૃષણે અતિ આડંબરથી ઉત્સવ કર્યો. તે થાવસ્થા કુમારે અઢી હજાર સાધુ સાથે શત્રુંજય પર્વત ઉપર મોક્ષને સંગ પામી શાશ્વતી પદવી પ્રાપ્ત કરી. તેમણે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ ઢઢેરે પીટાવ્યું હતું કે જે કોઈ સંયમ લેશે તેને હું મહાત્સવ કરીશ ને તેના બાળબચ્ચાં પાળીશ.)
પાંડેએ કરેલો શત્રુંજય ઉદ્ધાર.
અનુક્રમે અનાથ બંધુ અરિષ્ટનેમિનાથ ભગવંતની પાસે શત્રુંજયને મહિમા શ્રવણ કરી પાંડેએ સ્વજન્મ સફળ કરવા માટે યાત્રા કરવાની ઈચ્છા કરી ને તત્કાળ સર્વ રાજાએને યાત્રાર્થે નિમંત્રણ કરી. તેથી તેઓ પિતાપિતાની સમૃદ્ધિ સહિત હર્ષની સાથે હસ્તિનાપુર આવ્યા. સુવર્ણના દેરામાં સ્થાપિત કરેલું સુખદ મણિમય બિંબ સાથે લઈ સૈન્ય, વાજી તથા ગજ પ્રમુખ વાહન લઈ, શુભ દિવસે સાધમિ વત્સલ, ગુરૂભકિત ને પ્રભુ પરિચય કરતા કરતા યાત્રા કરવા નીકળ્યા. કૃષ્ણ પણ યાદ સહિત સૌરાષ્ટ્ર દેશના સીમાડે આવી પાંડેને મળ્યા. અનુક્રમે તેઓ સંઘની પૂજા વિધિપૂર્વક કરી શત્રુંજય ઉપર ચઢયા. મુખ્ય ઇંગે જઈ, રાયણના વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ, કર્મશિશ્ચયસૂદનપટુ શ્રી આદીશ્વરપ્રભુનાં પગલાંને નમ્યા. એવે અવસરે કૃષ્ણ તથા