________________
( ૧૩૮
પર્વત, આરામ, નદી ને ચૈત્યને વિષે ક્રિડા કરતા કરતા ઉજજયંત પર્વત ઉપર આવશે. ત્યાં રહેલા ચારણ મુનિને નમસ્કાર કરી તેને ઉપદેશ સાંભળી પાપ થકી વિરકત થશે. ત્યાર પછી ઉમાને દુઃખનું વૃક્ષ વિષયનું મૂળ જાણ તેને ત્યાગ કરશે અને સહસ્ત્રબિંદુ ગુફામાં પ્રવેશ કરી શ્રી નેમી. શ્વરનું ધ્યાન ધરશે. ઉમા એકલી પડ્યા પછી ઉગ્રતપ કરશે, અને બિંદુશિલા ઉપર રહી ધ્યાન ધરશે. તે ધ્યાનથી તુષ્ટ થઈ ગોરીવિદ્યા તેને સિદ્ધ થશે. તે વિદ્યાએ કરીને પિતાના સ્વામીને સહસ્ત્રબિંદુ ગુફામાં રહેલે જાણે ત્યાં આવી પોતાનું મનહરરૂપ દેખાડી તેને ધ્યાનમાંથી ચળાવશે. સ્ત્રીથી કોણ નથી ચાર ઉમાના સાથે ફરીથી પ્રેમમગ્ન થઈ પૂર્વની પેરે કામ ક્રીડાકરશે. તે દિવસથી તે પર્વત તેમજ તે શિલા ઉમા-શંભુના નામથી ઓળખાશે. તે સહસ્ત્રબિંદુ ગુફામાં કરેલા નેમીશ્વરના ધ્યાનથી ઉત્સર્પિણીકાળમાં શંભુ તીર્થકર થશે.
કૃષ્ણરાજા એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી નમસ્કાર કરી પરિવાર સહિત ઉડીને પિતાની દ્વારકા નગરીએ આવ્યા.
હવે પરમ ઉપકારી દ્વાદશ ગુણ વિરાજીત શ્રી નેમિનાથ પ્રભુ દેશનામૃતે કરી અનેક પ્રકારના ભવ્યજીને પ્રતિબદ્ધતા પૃથ્વી પીઠને વિષે વિચારતા હતા. એવામાં રામતીએ વૈરાગ્ય પામી ભગવંત પાસે આવી દીક્ષા લીધી. તેમજ વસુદેવ શિવાયના દશ દશાહએ પણ દીક્ષા ગ્રહણ કરી. તેમજ ન્યાયાંનિધિ નેમિનાથજીના જ્યેષ્ઠ બાંધવ મહાનેમિ તથા લઘુ