________________
( ૧૭ )
સ્નાન કરી કપૂર, અગર, ચંદનાદિકથી પરમેશ્વરની પૂજા કરી આરતી ઉતારી, દાદર નામના દ્વારે આવી અતિશય ભક્તિપૂર્ણ ચિત્તથી પિતાની મૂર્તિ કરાવી. જ્યાં ત્રિકાલવિ૬ નેમિનાથ સ્વામીએ દીક્ષા લઇને વસ્ત્રાદિકનો ત્યાગ કર્યો હતે ત્યાં “વસ્ત્રાપથ” તીર્થ પ્રવત્યું, ને કાળમેઘ નામે ક્ષેત્રપાળ તેને રક્ષક થયે.
શંભુ ચરિત્ર. ઈત્યાદિ નેમિનાથપ્રભુની દુખનાશિની દેશના સાંભળી સર્વ દિવસ પિતાપિતાને ઠેકાણે ગયા. પછી કૃષ્ણ વાસુદેવે ગિરનાર પર્વત ઉપરથી ઉતરતાં માર્ગમાં બિન્દુસાર નામની એક ગુફામાં કોઈ સગુણ સાધુને દીઠા. ખુશી થઈ મુનિને નમસ્કાર કરી પાસે બેઠા. મહાત્મા મુનિએ કહેલ રૈવતાચલને મહિમા સાંભળે. વાયવ્ય ખૂણે એક પર્વતને દેખી કૃષ્ણ, મુનિને પૂછે છે. હે ગી! આ પર્વત કયો છે? મુનિ કહે છે: આગિરિનું મહત્ત્વ અકથનીય છે. એ ઉજજયંત નામે શિખર છે. તે હવે ઉમા-શંભુ નામે પર્વત કહેવાશે. વૈતાઢ્ય પર્વતને વિષે રૂદ્ર નામે વિદ્યાધર રૂદ્ર વિદ્યાના પરાક્રમે કરીને સર્વ પૃથ્વીને આકમણ કરશે. ઉમા નામે તેની વલ્લભ સ્ત્રી થશે. બીજી પણ ઘણી સ્ત્રીઓ થશે. સર્વ લોકે તેરૂદ્ર વિદ્યાધરથી ભય પામશે, તેમાટે તેને શંભુ એવું નામ આપીને ઈષ્ટદેવની પેરે તેની આરાધના કરશે. તે રૂદ્ધ પિતાના ધ્યાન ધરનારાઓ ઉપર તુષમાન થઈ સદા તેમની મનઃકામના પૂરશે. અનુક્રમે ઉમા સહિત