________________
(૧૩૫)
પામી પ્રશ્ન કરે છે. તે કહેંદ્ર, આ કુંડના જળનું સ્નાન કર વાથી તથા નેમીશ્વર પ્રભુની પૂજા કરવાથી કેણું યથાર્થ ફળ પામ્યું છે? સ્વર્ગેશ કહે છે: હે કૃષ્ણ! મુનિસુવ્રત સ્વામિના શાસનમાં લક્ષ્મણ નામે આઠમે વસુદેવ આ વિશ્વભરા ઉપર રાજ્ય કરતે હતો. તે વખતે ગંગા નદીને કાંઠે વસિષ્ઠ નામે પ્રસિદ્ધ તાપસને સ્વામી રહેતું હતું. તે વેદવિદ્યાનો વેત્તા કપટકળામાં કુશળ, પાપ પ્રવૃત્તિમાં પ્રવીણ, સંપૂર્ણ સ્વાથી મેં કંદમૂળનું કદશન કરનાર હતા. એક સમયે પિતાની ઝુંપડીની આગળ સ્વેચ્છાએ ચરતી મૃગલીઓમાંથી એક મૃગલીને તે મુનિએ ક્રોધથી લાકડી મારી. તેના પ્રહારથી તેનું પેટ ફાટી જવાથી તેમાંથી બચ્ચાં બહાર નીકળી પડયાં. અવસાન વેદનાથી તરફડતી મૃગલી પ્રાણગત થઈ. તેનું કષ્ટ દેખી વસિષ્ઠ ઋષિ ચિત્તમાં ચિંતાતુર થઈ કહે છે. અહ! લેક મારી નિંદા કરશે કે આ બાળ-સી-ઘાતક છે. એમ વિચારી પાપથી ભયભીત થઈ પ્રાયશ્ચિત કરવાને નદી, દુહ, પર્વત, ગામ વિગેરે સર્વ ઠેકાણે ફરતો ફરતો પિતાના મતનાં અડસઠ તીર્થ પરિષમણ કરી “હવે હું શુદ્ધ થયે” એમ ધારી પાછો પિતાના આ શ્રમમાં આવ્યું. એ અવસરે જ્ઞાનથી પવિત્ર કઈ મેધાવી મુનિ (જૈન સાધુ) વસિષ્ઠ ઋષિની ઝુંપડી પાસે આવીને કાયેત્સર્ગ ધ્યાને રહ્યા. મુનિને આવ્યા જાણે પાસેના નગરના લેકે ભેગા થયા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી મને ગત સંદેહ પૂછી ખુલાસા સહિત પ્રત્યુતર પામ્યા. તે સાંભળી વસિષ્ઠ ત્રાષિ પણ વાચંયમ પાસે આવી વંદના કરી પૂછે છે કે મહારાજ! હરિણી