________________
(૧૩) કુલમાં પ્રવેશ કરી લેપમયી પ્રતિમા બીજે ઠેકાણે મૂકી પાછા આવશે ત્યારે તે નવું બિંબ મેરૂની પેરે ત્યાંજ નિશ્ચલ રહેશે. કરોડે મનુષ્ય તે કયાણવલ્લીના વિશાલકંદ રૂપી બિંબને ખસેડવા સમર્થ થશે નહીં. તેથી પૂર્વની માફક તે ત૫ જારી રાખશે. સાત ઉપવાસને અંતે અંબા આવી કહેશે, હે વત્સ! સ્વેચ્છાનુસાર આ શે વિચાર કર્યો ? મારું એવું વચન હતું કે તે બિંબ જ્યાં મૂકીશ ત્યાં સ્થિર રહેશે, માટે વૃથા પ્રયાસ મૂકી દે. દેવાલયનું દ્વાર પશ્ચિમ તલ્ફ ફેરવીને આ બિંબ સ્થા પન કર. અન્યતીર્થોએ બીજા ઘણા ઉતાર થશે, પણ આ તીર્થ આ ઉદ્ધાર તારાથી છેવટને માટે થવાને છે. એમ કહી અંબા અંતર્ધાન થશે. પછી રત્નસાર અંબાના કહેવાથી સંઘ સહિત ત્યાં ચૈત્ય-પ્રતિષ્ઠા કરાવશે. સૂરિમંત્રના બળથી અનેક દેવ દેવીએ તે બિંબના તથા ચૈત્યના અધિષ્ઠાયક થશે. પછી અષ્ટપ્રકારની પૂજા કરી ધ્વજા ચઢાવી ભકિતએ કરી સ્વામિની સ્તુતિ કરશે અને જેનાં મરાય અત્યંત વિકસ્વર થયાં છે એ તે પુનઃ પુન: પ્રભુની પ્રતિમાને પ્રણામ કરશે. તે પ્રસંગે અંબાદેવી ક્ષેત્રપાલાદિક દેવ સહિત આવીને રત્નસારના કંઠને વિષે કલ્પવૃક્ષના પુષ્પની માંગલિકમાળા પહેરાવશે. પછી કૂતકૃત્ય રત્નસાર સ્વદેશ જઈ સાતક્ષેત્રને વિષે સ્વદ્રવ્ય વાપરી પુણ્યની પેદાશ કરી મોક્ષનું મહા સુખ મેળવશે. હે કૃષ્ણ! તું પણ રત્નસારની પેઠે મારી પ્રતિમાની પૂજા કરતાં તીર્થકરપદ બાંધીશ ને શિવકિમીનું પાણિગ્રહણ કરીશ.