________________
(૧૩૧ ) બીજે થઈ શકે છે. માટે ફરીને લેપ કર, પછી રત્નસાર કહેશે. રે માત! એવાં વચન વદશો નહીં. હું તે પ્રતિમાના પ્રભંજનથી પાપી જ થયે છું ને જે તારી આજ્ઞાથી બીજે લેપ કરીશ તે મારા જે બીજે કઈ મૂર્ખ આગામીકાળે નાશ કરનાર થશે. માટે બીજી કોઈ માભિરામ અભંગમૂર્તિ આપે કે જે સ્નાત્ર પૂજના જળે કરીને ભગ્ન ન થાય. અંબાજી એ શબ્દ સાંભળીને અદશ્ય થશે. રત્નસાર પણ દ્રઢતર થઈ સુદસ્તરતા જારી રાખશે. તેને ચલાયમાન કરવાને માટે અંબીકા અનેક ઉપસર્ગ કરશે, પણ તે મારા ધ્યાનને વિષે નિશ્ચલ હેવાથી લેશમાત્ર પણ ડગશે નહીં. પછી ગજારવ કરતી ને સમસ્ત પ્રદેશમાં પ્રકાશ પ્રસારતી અંબીકા સિંહના આસન ઉપર આરૂઢ થઈ પ્રત્યક્ષ થઈ કહેશે: રે વત્સ! તારા સત્વથી હું સંતુષ્ટ થઈ છું, માટે મનવાંછિત ફળ માગ. ત્યારે રત્નસાર કહેશે: હે માતા ! તીર્થોદ્વાર શિવાય મારે અન્ય આકાંક્ષા નથી, સ્વામીની વાસય મૂર્તિ મને આપ, જેને પૂજીને મારો જન્મ કૃતાર્થ કરૂં. અંબિકા ઉત્તર આપશે, ભવદાવાનલનીર ભગવંત કહી ગયા છે કે તીર્થોદ્ધાર કર્તા તેજ થઈશ. માટે મારી સાથે ચાલ. મારાં પગલાંના રસ્તાની બહાર પગ મૂકીશ નહીં. તે સાંભળી રત્નસાર અંબિકાને પગલે પગલે ચાલશે. અંબાજી બીજાં શિખરે જમણી બાજુએ મૂકી પૂર્વ દિશા તરફ હિમાદ્રિ શિખરે જાશે. તે શિખરે સુવર્ણ નામની ગુફા આવશે. તે અધિષ્ઠાયક દેવતા પાસે ઉઘડાવશે કે તત જ ઉદ્યોત જોવામાં આવશે. ઘટમુખ જેવા ગુફાના દ્વારમાં પ્રવેશ