________________
(૧૩૦ ) થવાનો હોય તે હું ઉપર ચઢવાને નથી, કારણકે નાશ થાય એ મહા શોકજનક વાર્તા છે. ગુરૂ કહેશે : હે રત્નસાર! ઉદ્ધાર પણ તારથી જ થશે, એવું પૂર્વે તીર્થકરે કહેલું છે. માટે માનભંગ થઈશ માં. આ શબ્દ કાને પડ્યા પછી આનંદ પામીને મુખ્ય શિંગે પ્રવેશ કરી ગજપદ કુંડે જઈ, સર્વ સંધ સહિત સ્નાન કરી કુંડનું પવિત્ર જળ લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જીનાલયે આવશે ત્યાં પૂજારીના પાડશે તે છતાં નહીં માનીને લેપમયી પ્રતિમાનું પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરશે. તેથી મૂર્તિ ગળી જશે તે દેખી શેકરૂપી અગ્નિથી હર્ષરૂપી સરોવર સુકાઈ જાય, તેમ રત્નસાર સંઘપતિ મૂછ પામશે. મૂછ ઉતરી ગયા પછી ગાંડાની માફક બેબાકળો થઈ કહેશે કે, હા દેવ ! હવે શું કરવું ! ધિક્કાર છે મને તીર્થ નાશ કરનાર અજ્ઞાનીને ! અહે આ મેં શું કર્યું? ઉદ્ધાર તે નહીં પણ મારા હસ્તે તીથર્વસ થયે. આ પાપ હવે કેવાં તપ અને દાનથી ધોવાશે ? હવે વ્યર્થ ચિંતાથી શું મળવાનું છે? અપરાધ કીધા પછી વિચાર શો કરે? માટે જીતેંદ્રિય જીનેંદ્ર શ્રી નેમિનાથનું જ મને શરણે છે. એમ કહીને રત્નસાર સંઘ સહિત મારૂં સમરણ કરી આ સન ઉપર બેસી દ્રઢ થઈ ઉપસર્ગથી નહીં ડગીને એક માસના ઉપવાસ કરશે. એક માસને અંતે અંબીકા પ્રત્યક્ષ થશે. ત્યારે તેના દર્શનથી હર્ષ પામી પિતાના તપને પ્રભાવ જાણું ઉન્ને થશે. ત્યારે અંબીકા કહેશે: હે વત્સ!તું ખેદ શા માટે કરે છે? તને ધન્ય છે કે તે તીર્થયાત્રા કરી-કરાવીને પુણ્ય પેદા કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રથમને લેપ ગયા પછી એક વર્ષ સુધીમાં