________________
( ૧૭ ). ધકાર પ્રભાકર પ્રભુથી પરોપકાર થશે એમ વિચારી તેણે ઈક્ષ
ને અમૃતાંજનરૂપ મારી મૂર્તિ ભરાવી. તેની આગળ નિશદિન નાટક કરતાં ને ત્રિકાલ પયુ પાસના કરતાં પોતાનું આયુષ પૂર્ણ કરી શુભ ધ્યાનથી મરણવશ થઈ મોટા મેટા ભવ પામી આ જન્મમાં વરદત્ત થય ને મારી પ્રતિમાનું પૂજન કરવાથી ગણેશ પદવી પામ્યા ને અનુક્રમે અક્ષય મંદિરમાં આરામ લેશે.
ભવસંતતિરૂપી નીરનિધિના નાવસમાં શ્રી નેમિનાથનાં એવાં વચન કાને પડતાં તે કાળના બ્રક્ષેદ્દે ઉઠીને પ્રભુને પ્રણામ કરી કહ્યું, હે પરમેશ! હું હજુ પણ એ પ્રતિમાની બ્રહ્મલોકમાં પૂજા કરું છું. હું એમ જાણતો હતો કે તે પ્રતિમા શાવતી છે, પણ કૃત્રિમ છે, એમ આપના વ્યાખ્યાનથી જાણ્યું. નેમિશ્વર કહે છે: તું એ મૂર્તિને હવે અત્રે લાવ. એવા આદેશથી બ્રહ્મદે શ્રી નેમિનાથની પ્રતિમા લાવીને કૃષ્ણવાસુદેવને આપી. ણેષુ કહ્યું : આ પ્રતિમા હું મારા દેરાસરમાં સ્થાપન કરીશ, પણ તે ક્યાં સુધી રહેશે ને કયાં કયાં પૂજાશે ? નેમીશ્વર ભગવાન કહે છે: દ્વારિકાપુરી રહેશે ત્યાં સુધી એ પ્રતિમા પૂજાશે ને ત્યાર પછી દેવતાઓ તેનું પૂજન કરશે. મારા નિર્વાણથી બે હજાર વર્ષ વીત્યા પછી અંબિકાદેવીની આજ્ઞાથી રત્નસાર નામે વણિક વ્યવહારક ગુફામાંથી આણને તેની પૂજા કરશે. ને આ રેવતાચલમાં જ મંદિર કરી તેની સ્થાપના કરશે. એક લાખ ત્રણ હજાર બસેંને પચાસ વર્ષ સુધી તે મૂર્તિ રૈવતાચલે