________________
(૧૨૩)
ગેમેધ યક્ષની વાર્તા, સુગ્રામ નામે નગરમાં ગતમાત્રને ગમેધ નામે બ્રાહમણ હતે. તે ગમેધ પ્રમુખ યજ્ઞને કરનાર ને લાખે બ્રાહ્મણને અધિપતિ હતા. યજ્ઞ કરવાથી તેણે અત્યંત પાપ ઉપાર્જન કર્યું, તેથી તેની પત્ની પુત્રાદિક સગાંવહાલાં પંચત્વને પ્રાપ્ત થયાં. કાળે કરીને કેહડના રોગથી ગોમેધ બ્રાહ્મણ એકદા માર્ગમાં લેટ હતો, તેવામાં, એક શાંતમૂતિ મુનિના જોવામાં આવ્યું. ગારા સર્વે ગળી ગયાં છે, શિથિલ શરીરમાંથી પરૂ નિરંતર વહી રહ્યું છે, લાળ ટપક્યા કરે છે, તથા દુર્ગધને લીધે ઘણું મક્ષીકાઓ ગણગણાટ કરતી તેને વીંટાઈ વળી છે. તેની આવી સ્થિતિ જોઈ જ્ઞાની અને શુભધ્યાની મુનિ બેલ્યા. હે ભદ્ર, આ ભવને વિષે તારાં ઉગ્ર પાપ ફળીભૂત થયાં છે. વળી તું ભવિષ્યમાં પણ દુર્ગતિ પામીશ. માટે દયાધર્મ અંગીકાર કર. સર્વ જીવની ક્ષમા માગી તેમની સાથે મિત્રાચારી કર ને શ્રી રૈવતાચળનું ધ્યાન ધર. અખિલ સદ્ધિના આપનાર, પાપ તાપને કાપનારને ચોસઠ ઈદ્રના પૂજ્ય, જગદીપક, જીનરાજ શ્રી નેમીવર મહાદેવનું સ્મરણ કર.
એવી વાચાથી જેની પીડા વિનાશ પામી છે, એ ગેમેધ બ્રાહ્મણ ત્રિકના નાથની સ્તવના કરતાં કાલધર્મ પામી ક્ષણમાત્રમાં છ હાથ ને ત્રણ મુખવાળે ગોમેધ નામે યક્ષેશ્વર થયે. જેની ત્રણ વામ ભુજાઓને વિષે શકિત,