________________
(૧ર)
સુખરૂપી તેની શીતળ છાયા છે, અને મેક્ષરૂપ મહા ફલ છે. ઈત્યાદિ ભવ્યારામકુલ્યાતુલ્ય નિરવઘ વ્યાહાર આપીયૂષનું કણુંજલિવડે પાન કરી કૃતાંજલિ પર્ષદા સંતેષ પામી. તે જ ક્ષણે વૈરાગ્ય રંગથી રંગાયેલા વરદત્ત નરપતિએ સંસારપરામુખ થઈ બે સહસ્ત્ર સેવક સાથે પ્રવજ્યા ગ્રહણ કરીને પોતે પ્રથમ ગણધરની પદવી પામ્યું. ત્યાર પછી નેમિપતિને બીજા દશ ગણપતિ થયા. દશ દશરથ, કૃણ વાસુદેવ ને બલભદ્ર પ્રમુખ શ્રદ્ધાનું શ્રાવક થયા. ને તેમની સ્ત્રીઓ સુજ્ઞ શ્રાવિકાઓ થઈ. એમ ચાર ગતિનું તિમિર વિતાન ટાળવાને ધર્મરૂપ દીપકની ચાર શિખારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. સુધર્માધિપતિ શકેન્દ્ર દ્વાદશ૫ર્ષછિત પ્રભુના મુખાબુજથી અંબિકાના લેટેત્તર ચરિત્રનું આદરપૂર્વક શ્રવણ કર્યું, ને સ્વર્ગીકસના સદાગ્રહથી અત્યંત ભકિતસહિત નેમીવર ચરણ જલજની "મધુકરી, કામના પૂરક કામધેનુ, કામકુંભ, દક્ષિણાવર્ત શંખ, સુરતરૂ, ચિંતામણિ રત્ન કે ચિત્રવલ્લી સમી વિઘ વિદારનારી પ્રભાવિક અંબાજી માતાને અરિહા ભગવંતના તીર્થને વિષે શાસનની અધિષ્ઠાયિકા દેવી સ્થાપી.
* ૧ ભવ્યારા કુલ્યાતુલ્ય-ભવિકજનને આરામ આપનારી નહેર જેવી, ૨, નિરવદ્ય-પાપ વગરની, ૩ વ્યાહાર-વાણી, ૪. પીયૂષ-અમૃત, ૫, કૃતાંજલિ-હાથ જડેલા એવી, ૬, પર્ષદા-પરદા, સભા. ૭ તિમિર વિતાન-અંધકારને વિસ્તાર, ૮ દ્વાદશપષષ્ટિત બાર પરખદાથી ઘેરાયલા, ૯ સ્વર્ગીકસ દેવ ૧૦ જલજ=કમલ, ૧૧ મધુકરી=ભમરી.