________________
(૧૧) વત્રને વક કરી, કટાક્ષથી કઠોર ને કટુ વાગ્માણ કાઢી. સર્વને તીવ્ર વાસ પમાડતી ને પગ પછાડતી ઝટ પિતાના ઘરની બહાર દેડી આવી ને આર્ય અંબિકા સામું જોઈ કહે છે-હે સ્વચ્છેદાનચારિણી ! તને ધિક્કાર છે ! યજ્ઞ ને હત્યા કયા વિના વગર વિચાર્યું તે શ્રમણને ભિક્ષા કેમ આપી? તારી સાસુ ઘેર નથી તેથી વિવેકહીન વેશ્યાનું આ અયુક્ત આચરણ તે કેમ આચર્યું? પૂર્વજ ને ભૂદેવને પિંડ પહે આ પહેલાં આ શું કર્યું ? એમ ગભીની માફક ભુંકતી. ને કુકકરીની પેઠે ભસતી, બકબકાટ કરતી તે અંબિકાની ધમ્ પાસે ગઈ, ને તેને સર્વ વાત કહી દીધી.
પછી વાયુ જેમ ધૂમની વિવૃદ્ધિ કરે છે, તેવી રીતે તે સાસુ પણ તે વાતને વિસ્તારીને બોલી, હે વહુ! તે આ કામ બહુ કલેશનું કર્યું, તેમાં લેશમાત્ર પણ સંદેહ નથી. હું તે જીવતી છું; તે છતાં તારું મારા ઘરમાં કેમ ચાલે?
સામર્ષ સાસુ ને પાપી પાડોશણની અંતરાલે ઉભી રહેલી ઉદાસ અંબિકા મેઘમાળા ને રાહુની વચ્ચે સપડાએલી ચંદ્રકલાની પેરે નિસ્તેજ થઈ ધ્રુજવા લાગી. એટલામાં સેમભટ વિપ્રને તેડીને આવ્યા. નિજ જનની તથા પિલી “s ને દુષ્ટ કર્કશાનાં પાપિષ્ટ કુશબ્દ સાંભળી તેને
૧. વફત્ર મેં. ૨. ભૂદેવ બ્રાહ્મણ. ૩. ગદંભી ગધેડી. ૪. કપુરી =કુતરી. ૫. શ્વઝૂ સાસુ , ધૂમ-ધુમાડે. ૭. સામર્જ=ધી. છે. મેઘમાળા=વાદળ. ૯ પૃષ્ટ=નિર્લજજ