________________
(૧૧૦). યજ્ઞોપવીત ધારક, ને સંવર સંયુક્ત સાધુની સ્યાદ્વાદસિદ્ધાંત સુધાથી સિંચિત, એ સોમભટ નામે બુદ્ધિશાળી બ્રાહ્મણ રાજા છે. તેને અંબિકાભિધાના, ઈદુવદના, સંસ્કારવતી સતી શિરોમણી, ને પતિવ્રતા પત્ની છે. તેનામાં ચપ. લાની ચંચલતા, રંભાનું રૂપ, ભારતીની ભાષા, પવિપુલેખાની વકતા ને સુરેંદ્રાણીને સપત્નીભાવ છે. સેમભટને પિતા પરલોકમાં ગયે, ત્યારે તેની સાથે જેનધર્મને પણ લોપ થયે, એમ લાગતું હતું. એકદા મધ્યાહે માસક્ષમણના ઉપવાસી બે ક્ષમાશ્રમણ મુનિએ સેમભટના મહેલ પાસે - ચરી લેવા નીકળ્યા. સુતપશ્ચર્યાએ કરીને શશાંક માર્તડ સદશ, અને કર્મરૂપી રેગને ચકરાર કરવામાં ચતુર ચિકિત્સક તુલ્ય, એવા તે બે સંવેગી સાધુઓને જોઈ ભદ્રભાવથી ભરેલી ઉદાર અંબિકા અત્યાનંદની ઉર્મિમાં નિમગ્ન થઈ નિધરે છે
આ મહા પ્રાસ મુનિએ ક્ષમા ધારણ કરનાર મહા પર્વત છે. સુકર્મના ઉદયે કરીને મારે આંગણે પધાર્યા છે. તેથી આજ અપૂર્વ પર્વની તિથિ છે. ખરે! પ્રચુર પુણ્ય ઉપાર્જન કર્યું છે, જેથી મને સર્વ સુખનું સાધન મળ્યું. જેમ દૂધથી ધવાયેલી વસ્તુ વિશુદ્ધ થાય છે, તેમ આ અનુત્તર
૧. યજ્ઞોપવીત-જોઈ. ૨. અંબિકાભિધાના-અંબિકા નામની. ૩, ચપયા લક્ષ્મી. ૪, ભારતી-સરસ્વતી. ૫ વિપુલેખા-ચંદ્રની કથા. છે. સપત્ની-શેકય. ૭. ગેચરી-ભિક્ષા, ૮. માર્તડ-સુર્ય, ૯. ચિકિત્સભિષક, વૈદ્ય ૧૦. ઊર્મિ-કલેલ, મોજું. ૧૧. ક્ષમા-પૃથ્વી, ક્ષમાગણ.