________________
(૧૦૯) કરાવ્યું છે, ને જેનાં તેજસ્વી તીર્થરૂપી મહા મૂલ્યનાં નિર્મલ મુક્તાફલ સદા વિજ્યવંત વર્તે છે, એવા સૈરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચલની દક્ષિણ દિશાએ ઋદ્ધિમાં કુબેરપુર કલ્પ અને ન્યાયવાન નરનારીઓથી નિવાસિત કુબેરનગર ( કેડિનાર ) છે. તેની યક્ષા નામની સરિ. તાના રસલિલના બિંદુઓને તથા સુમન: પરિમલના પરમાણુઓને પ્રસારનાર અપ્રભંજન કદલીપત્રને પ્રતિદિન કંપાયમાન કરી રહ્યો છે, તેથી નાગરિક નિતંબનીને પુરૂષના શરીરને પ્રઃ પ્રધ્વસને પામે છે, પ્રકૃષ્ટ પત્તનમાં વિચિત્ર ચિત્ર જેનારાં મનુજેનાં ચક્ષુરૂપી ચંચલ પજને રહેવાને માટે પ્રાસાદરૂપી પુષ્પવાટિકાઓ છે. ફરતે પ્રદક્ષિણા દેતે ઉંચે સુંદરકાર પ્રાકાર પરિષ્ટને કરી રહ્યો છે, ચે. ત્યમાં ઠામઠામ પૂજાઓ થઈ રહી છે. ચિત્રમયી લક્ષમીની ચિત્તાકર્ષક પ્રતિમાઓ પ્રત્યેક સ્થાને પ્રકાશી રહી છે, સર્વ પ્રજા વર્કર્મમાં ૯અપ્રમાદ તથા કર્મનિકંદન કરવામાં નિશદિન ગુંથાયેલી છે, તે પુરીને વિષે હરિની કીર્તિને હરનાર, જેના ગુણરૂપી હરિએ અરિરૂપી કરિને વિદાય છે એ. કૃષ્ણના વંશમાં રત્ન જેવ, ભગવંતના પાદારવિંદનો ભ્રમર, દ્વાદશ વતપાલક, તત્વત્રયના ચિન્હરૂપ ત્રણ તંતુની યુકતાર્થ
૧. પુરંદર-ઇ. ૨. સલિલ-પાણી. ૩. સુમન-પરિમલ-પુલની સુગ. ૪. પ્રભંજન-પવન, ૫. પ્રશ્વસ-નાશ. ૬. પ્રકૃષ્ટ પત્તન-ઉત્તમ નગર, ૭. પજ-કમળ. ૮. પ્રાકાર-કિલ્લ. ૯. અપ્રમાદ-ઉધોગી. ૧૦ હરિ–વિષ્ણુ, સિંહ. ૧૧. કરિ-હાથી,