________________
(૧૦૮). માન થયાં નેમીશ્વર અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણું સુમનેએ આવી સહસ્સામ્રવનમાં સમવસરણ રચ્યું. તેમાં એક્સો વીસ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, “ મને એમ ઉચ્ચારણ કરી પૂર્વ દિશાની સન્મુખ અરિહંત મહારાજ આસન ઉપર બેઠા. ઉદ્યાનપાલકે તરતજ દ્વારિકામાં જઈ અધમ ઉદ્ધારક શ્રી અરિષ્ટનેમીશ્વરનાકેવલજ્ઞાનની કૃષ્ણને વધામણી દીધી કૃષ્ણ વાસુદેવે પણ હર્ષના ઉભરામાં ઉદ્યાનપાલકને સાડાબાર ક્રોડ સેનૈયા આપી, દશ દશરથ અને પાંડવેને લઈ, હાથી, હય, રથ ને પાયદલ, એવી ચતુરંગી સેના સજજ કરી, બત્રીસ હજાર રાણું, સાઠહજાર પુત્ર, સેળહજાર રાજા ને અડતાલીસ કોડ સુભટ સહિત, વીતરાગને વંદન કરવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા દઈ, સ્તુતિ કરી શકની પછવાડે
5 આસન પર બેઠા. ચતુર્મુખ, સ્યાદ્વાદી સર્વ સાત શબ્દ ગુણને અઠ્ઠાવીશ અર્થગુણ એવા પાંત્રીશ ગુણયુકત દેશના દીધી. તેમાં જગદીશ્વરે પોતાના શાસનરૂપી વનની અંદર અલૈકિક અધ્યયુક્ત તડિત સન્નિભ અંબિકા દેવીનું ચમત્કૃતિયુક્ત ચરિત્ર કહ્યું તે નીચે પ્રમાણે–
અંબિકા ચરિત્ર, જેના બે મહીધર મસ્તક રૂપ છે, જેની પૂત પૃથિવીએ સુરાલયને પરાજય કરી દિવિષ્ટોને પાતાળમાં પલાયન - 1 બે મહીલર-શત્રુંજય ને ગિરનાર એ બે પરત. ૨ પૂતપવિત્ર. ૩ દિવિ-દેવ