________________
(૧૦૦) સૂચવે છે. સુહ સખીઓ બેલી: “તારાં સર્વ અમંગળ નાશ પામો.”
વરઘોડે ભવમંડપમાં નાટક નાચવા માટેજ આવ્યું હતે. આગમ અરિષ્ટકુમાર પાસેના વાડામાં પૂરેલા અનેક પ્રકારના પશુઓના પિકાર ને નિશ્વાસ સાંભળી સારથિને કહે છે “અરે ! આ નિરપરાધી દીન પ્રાણુઓને આવી રીતે કેમ રૂંધી રાખ્યાં છે?” સારથિ ઉત્તર દે છે. “ભગવંત! આપના વિવાહ પ્રસંગે એ જ જમણને માટે ભેગાં કરેલાં છે.”
એવામાં જેણે પોતાના પ્રિયાને કંઠે વકંઠ સ્થાપેલે છે એવા હરિણને પ્રીયા હરિણી કહે છે- હે પ્રાણનાથ ! આ વિશ્વવત્સલ નેમિસ્વામીને વિનય પુર:સર વિજ્ઞાપના કરે કે આપણને આ મહા દુઃખમાંથી છોડાવે. તે ઉપરથી તે મૃગ નેમિકુમારને કહે છે: હે શિવશંકર ! મૃત્યુ કરતાં દંપતીને વિગ વધારે દુસહ છે. અમે નિરપેકારી તિર્યંચ નિઝરણાનાં નીર પીને કેઈને હાની કર્યા વિના તૃણભક્ષણ કરીએ છીએ, અમારા જેવા દુર્બળ ને પામર પ્રાણીને અપરાધ વગર મારવાં એ અઘટિત છે. માટે હે પરોપકારી જગજી. વન ! રક્ષ, રક્ષ. એ સાંભળી નિવર્તનાતુર નેમિપ્રભુ વિષાદ પામી વિચાર કરે છે. અહે! મારા એકલાને વિવાહ આ સર્વ અવાચક જનાવરના અવિવાહનો હેતુ છે. માટે ક્ષણમાત્રના સંતેષ અર્થે એવું અનુચિત કૃત્ય કરનારને ધિક્કાર છે.