________________
(૧૦૩) બહેનપણુઓની વચ્ચે આવી ઉભી. તે પ્રસંગે મૃગલેચના નામની સખી મિતપૂર્વક બેલી, “આ વર્ષમાં એક દેષ છે.” રાજીમતી રોષ લાવી બેલી: “કલ્પપાદપમાં કૃપણુતા, ક્ષીર સિધુમાં ક્ષારત્વ, ચંદનમાં દુર્ગધ, અકર્મણિમાં અંધકાર, લક્ષ્મીમાં દરિદ્રતા ને વાગીશ્વરીમાં મૂઢતા કદી પણ સંભવે નહિ. પૂણી પડવાથી પુરી ચંપાય એ કેમ મનાય? આ વરમાં દૂષણ દેખાડવાં તે દૂધમાં પોરા કાઢવા જેવું છે.”
ચંદ્રાનના મૃગલેચનાને કહે છે, “શી ખામી છે ?” મૃગલેચનાએ પ્રત્યુત્તર વાળે, “વર તે કાજળ જે કાળો છે” મંજુભાષિણે રાજીમતીએ કહ્યું, “હું ધારતી હતી કે મારી સખી શાણી ને સમજુ છે, પણ તેમ નથી, કારણ કે, કૃષ્ણવર્ણ સર્વ શોભાનું કારણ છે. ચિત્રાવેલ, અગર, કસ્તુરી, વાદળ, કાજળ, કેશ અને આંખથી કીકીઓ એ સર્વ શ્યામહાય તેજ શોભે છે, ને વધારે મૂલ્યવાન ગણાય છે. મકિત ધોળું છે, પણ વીંધાય છે. કપૂર સિત હોય છે, પણ તેની સાથે કાળાં મરી હોય તેજ રહી શકે છે. ગોરા ગાત્રવાળે કુછી –ોગી કહેવાય છે. લવણ ધોળું છે, પણ ખારું હોય છે. ચૂને રંગે વેત હોય છે, પણ રસનાને બાળે છે. કાગળ ધળે છે, પણ કાળાવર્ણ વિના શોભતું નથી. આવી રીતે હાસ્યવિનેદ કરતાં કરતાં રાજી થતી રામતીનું જમણું અંગ ફરકયું. તેથી પિતે ઉદાસ થઈ સખીઓ પ્રત્યે કહે છે. પ્રિય સખીઓ, મારૂં દક્ષિણ શરીર ફરકે છે, તે અદક્ષિણ-અશુભ