________________
( ૧૦૨ )
આંખના ચમકારામારતી, હાથના ચાળાઓથી હાવભાવ ખતાવતી, ને કુદડીએ લેતી, જુવાનીના જોરવાળી, ચા`ગી ને મૃદ્ધ ગી વારાંગનાઓનાં મધુર, ઝીણા ને તીશા સ્વરવાળાં નાટક-નૃત્ય થઇ રહ્યાં છે.
વિવિધ વાજીંત્રા વાગી રહ્યાં છે; નિશાન, નગારાં ને નેાબતના નાદ ગાજી રહ્યા છે; બંદીજના બિરૂદાવલી ખેલી રહ્યા છે; ગાન તાનની ધૂમ મચી રહી છે; કોટીશ: મનુષ્ય નેમિનાથનુ મુખાંભુજ નિહાળીને નિરખી રહ્યાં છે; સુભગ સુદરી શ્યામવર્ણે સ્વામીની સેવા કરવાના સંકલ્પ ધારી રહી છે; એવા દેવાંશી કુમારના ઠાઠમાઠ ને ધામધૂમથી વરઘેાડા મદમદ ચાલતા ચાલતા ઉગ્ર તેજસ્વી. ઉગ્રસેનના મનારમ મહાલયના મંડપની સમીપે આવી પહેાંચ્યા.
જેણે સ્નાન કરી શ્વેત વસ્ત્ર પહેયા છે તથા જે સરખી ઉમ્મરવાળી સખીઓથી વીંટાયલી છે એવી રૂપનિધાન રાજીવાક્ષી રાજીમતી વરઘેાડાનાં વાઘ સાંભળી વિશેષ પ્રફુલ્લિત થઇ. તેના મનના અભિપ્રાય જાણી ચંદ્રાનના નામની પ્રિય સહચરી કહે છે. જગતની અંદર રાજીમતી ધન્ય છે કે જેને વરવા માટે આવા વિશ્વવિભૂષણ વર આવે છે, નાકનાયકે (દેવતાઓ)
પણ જેને નમસ્કાર કરે છે એવા ત્રિભુવનના સ્વામી યદુપતિ રાજીતિના ભોર થશે. આવાં પ્રિય વચન ખેલતી પ્રેમાળ ને પ્રિયંકર સાહેલીઓ ગવાક્ષમાં ઉભી છે. એ સમયે “ મને પણ જોવા દે ” એમ ઉચ્ચાર કરતી રામરાજવિરાજીત રાજીમતી