________________
(૧૦૧) નેમનાથને વરઘોડે.
યાદવકુળની યશસ્વતી યુવતીઓ મનેસ ગાયન કરી રહી છે. સુબ્રુને સારંગાક્ષી સન્નારીઓ સાવધાન થઈ સરસ શૃંગાર સજી રહી છે. કેતુકમંગળનાં તાર તેર ઘેરઘેર ગુલી રહ્યાં છે. અંત:કરણમાં આનંદ ઉપજાવે એવા મંજુલ માંચાઓ માર્ગમાં બંધાઈ રહ્યા છે. સુગંધિ ધુપગુટિકાઓ ઠામ ઠામ મુકાય છે. સુભાગ્યવતી નગરીમાં સુવાસિત જલનો છંટકાવ થઈ રહ્યો છે. પંચવણ સુરભિ પુપે પથરાઈ રહ્યાં છે. તેથી દ્વારિકાપુરી જાણે પૂજાથી પવિત્ર થઈ હોય એમ દિસવા લાગી. એવા અવસરે ઝવેરાતથી ઝગઝગાટ મારતી જાદવાની જાન નીકળી. સર્વની આગળ મહેટા મહેટા રાજાઓ તથા રાજકુમાર ચાલતા હતા. મધ્યમાં નેમિકુમારને મનોરંજક રથ ચાલતે હતું. વરરાજાની બંને બાજુએ ગજ ઉપર બેઠેલા સુરૂપ ભૂપ પરમશેલાથી શોભી રહ્યા હતા. તેમની પાછળ સમુદ્રવિજય, પાંડે, કૃષ્ણ આદિ અનેક રાજાઓ હૃદયંગમ તુરંગમાતંગ ઉપર સ્વાર થઈ સરઘસની શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેમની પાછળ પાલખીઓમાં બેઠેલી, કાયાની પ્રેક્ષણય પ્રભાથી આસપાસના આકાશને પ્રકાશિત કરતી, અંત:પુરની સર્વ સખીઓ સહિત ધવળ મંગળ ગાતી ગાતી શિવદેવી, કુન્તી ને રુકિમણું પ્રમુખ પૂજનીય પદ્મિની, કમનીય કાન્તા, રમણીય રમણીએ ને મહનીય મહિલાનાં વૃંદારકવૃંદ ચાલતાં હતાં. ઝાંઝરનો ઝમકાર, ઘુઘરીના ઘમકાર, પગના ઠમકાર, ને