________________
(૧૦૦) માસના શુકલપક્ષની છઠનું લગ્ન વરવધુને વૃદ્ધિકારક છે. આ શબ્દ કાને પડતાંજ નિર્ણય કરી તેજ દિવસે ને તેજ સમયે જાનની સામગ્રી તૈયાર કરી. અનુક્રમે રાજીમતીનાં અંગપણ ભરાવનમાં નીચે પ્રમાણે શેલતાં હતાં–પાદનલકમલજેવાં, નખ કુંદન જેવાં, પગની પીંડીએ કામદેવના બાણના ભાથા જેવી, જંઘા રતી જેવી, નિંતબ સરોવરની પાળ જેવા, પેટની ત્રિવેલી ગંગા તરંગ જેવી, કટી કેશરીસિંહ સમાન, નાભિ કમલ સમાન,
સ્તન કંચન કલશ ને નારંગ ફલ જેવાં, હાથકંદર્પ ધ્વજા જેવા, હસ્તતલ ઉભુલ્લ પદ્મ જેવા, ગળુ ને ગરદન સુવર્ણ કપિત સમાન, બિંબફલને પ્રવાલ જેવા ઓઝ, કસોટી જેવી જીભ, દાડમની કળી જેવા દાંત, સુવર્ણ છીપ જેવા કાન, કર ચંચુ જેવું નાક, સાપણ જેવા કેશ, મૃગ, ભ્રમર, ખંજન ને મત્સ્ય જેવી ચક્ષુ, અનંગધનુષ સમાન ભ્રકુટી, અર્ધચંદ્ર સમાન લલાટ, સ્વર કેકિલ સમાન ને ચાલ હંસ કે હસ્તિ સમાન.
આભૂષણ-મસ્તકે શિરફુલ, આંખે કાજળ, નાકે મેતી. વાળી વાળી, કાને મંજરી, મુખમાં પાન, હાથમાં કંકણુ, આંગ
માં વીંટીઓ, ગળે કંઠી, કટીમાં ઘુઘરીવાળી મેખલા, પગમાં ઝાંઝર, આંગળીઓમાં વીંછુવા ને અણવટ, આંખના ખુણે ચંચળતા ચમકે છે.
: ૧ નેમિનાથ પરણવા ગયા, ત્યારે તેમની ઉમર ૧૨૫ વર્ષની હતી ને સજુલની ઉમર પણબતે વધારે હતી, એટલે ત્રણ વર્ષની હતી. રાજુલ ૧૦૦૬ વર્ષની વયે મોક્ષ પામી; ને નેમિનાથ ૧૦૦૦ વર્ષની ઉમરે તેના પછી મેક્ષ પામ્યા.