________________
( ૯ )
સિંહલદ્વીપના રાજાની પુત્રી લક્ષ્મણા, રાષ્ટ્રવર્ધન રાજાની પુત્રી સુસીમા, વીતભયનગરની ગૌરી, હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતી, ગધાર ( કંદહાર ) નીગ’ધારી, એ સાત તથા ઉગ્રસેનની પુત્રી સત્યભામા, એ રીતે આઠે અગ્ર મહીષીએ અને બીજી પરમાંગના એક સુશેાભિત સરેાવરમાં સલિલ ક્રીડા કરતાં નેમિકુમારને જૂદી જૂદી જાતનાં કામજનક વચન કટાક્ષ કથન તથા અનેક રીતના ચાળાએથી પરણવાને અંગીકાર કરવા સારૂ અભ્યર્થના કરવા લાગી. દરેક ભ્રાતૃજાચાનાં ભિન્ન ભિન્ન વાકયેા શ્રવણુ કરી શ્રી નેમિસ્વામિ સામાન્ય સદુત્તર કરે છે “હું તમારી અને મારી ઇચ્છા પરિપૂર્ણ કરીશ.’’ ત્યાર પછી નેમિકુમારને કુ જર ઉપર બેસાડી હર્ષ અને ગેપાંગના સહિત કૃષ્ણ વાસુદેવ દ્વારિકાપુરમાં આવ્યા; ને સમુદ્રવિજય રાજાની આજ્ઞા લઇને નેમિકુમારને પરણાવવા માટે ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીનુ માગું કરવા ગયા. ઉગ્રસેને તે માગણી માન્ય રાખી. અને પેાતાની પૂર્ણ રૂપવતી પુત્રીનુ પરિયન કરવા માટે તત્કાળ તૈયારી કરવા માંડી. કૃષ્ણે પણ દ્વારિકામાં આવી સમુદ્રવિજય રાજાને સ સમાચાર કહ્યા. તરત જ કૌષ્ટિક નામના જોશી પાસે લગ્ન જોવરાવ્યુ. માહૂતિ કે કહ્યું:-વર્ષાકાલમાં અન્ય કાર્ય કરવાં ઉચિત નથી; તા વિવાહ જેવું ગૃહસ્થનુ મુખ્ય કૃત્ય કેમ કરાય ?” સમુદ્રવિજય માલ્યા, “ હું જ્યાતિષી ! કાળના વિલંબ કરવા ચેાગ્ય નથી. કૃષ્ણે ઘણા શ્રમ લીધેા છે. માટે લગ્નનું મુહૂત જેમ વહેલુ આવે તેમ કરવુ જોઇએ.” ત્યારે કોટ્ટુકીએ કહ્યું: “શ્રાવણુ