________________
( ૭ ) દ્રમાં ઝપાપાત કરાવનારી દ્વારિકા નગરીમાં દશ ધનુષનીતનું ધારણ કરનાર શ્રી અરિષ્ટનેમિ ભગવાન સમાન વયવાળા સ્વમિત્રની સાથે શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં કીડા કરવા ગયા. ત્યાં સુદર્શન ચક્ર, સારંગ શરાસન, કેમેઇકી. ગદા ને નંદક કૃપાણપ્રમુખ કૃષ્ણનાં આયુધ પડેલાં હતાં. પ્રિય વયસ્યના પ્રોત્સાહનથી નેમીવરે પંચજન્ય શંખ પૂર્યો. તેના ગંભીર ને ભયંકર ઘેષથી વિષ્ણુની અશ્વશાલાના ઘડા વિજળી વેગે ભાગવા લાગ્યા. હસ્તિઓ પણ બંધન સ્તંભ તોડીને પ્રાસાદની પંકિતઓને ચકચુર કરતા દ્વારિકાની બહાર ધરતી પ્રજાવતા દેડવા લાગ્યા. જેનાં વીચિ વેપમાન છે એવા અપપતિ (સમુદ્ર)ના મોજાં સ્વર્ણમય કોટની સાથે અથડાઈને ઘેરો ઘાલનારી ફતેહમંદ ફોજની માફક મોજ મારવા લાગ્યાં. કૃષ્ણ મહારાજ રાજસભામાં બીરાજતા હતા. ત્યાંથી આવીને આયુધશાળામાં નજર કરે છે, તે નેમિકુમારને વ્યાયામ કરતા જોયા.
- - *जलाशयाख्याः सरसि प्रसिद्धा द्विजिह्वशब्दो भुजगेषु यत्र । खलोक्तिरेवौकसि तैल कस्य कीनाशवाची यम एव नान्यः॥ यस्मिन् सदाना इव दंतिनोऽपि कथं न वास्तव्यजना भवेयुः । सरांस्यपि स्युः कमलाकराणि कथं न तन्मानवमंदिराणि ॥ वाप्योऽपियस्मिन् सुपयोधराः स्युः कथं पुनर्न प्रमदासमूहाः ॥ नि:स्वा लभंतेऽपि गले वरेच्छा हारान् पुनों कथमिभ्यदाराः॥