________________
( ૫ ) સર્વ વૃત્તાંત કહો. તે ઉપરથી જરાસંઘે કૃષ્ણ ને બળરામની માગણી કરી, પણ તેમાં ફાવ્યું નહીં, તેથી તેને પુત્ર કાળકુંવર પિતાના બનેવીનું વેર લેવા ૫૦૦ રાજપુત્ર સહિત મથુરા ઉપર ચઢાઈ કરવા તૈયાર થયું. તેના ભયથી ત્રાસ પામીને મથુરાના ૧૧ કુલ કેડી યાદ તથા શૈર્યપુરના સાત કુલ કેડી એમ ૧૮ કુલ કેડી યાદ પશ્ચિમ સમુદ્ર ભણી નાઠા. કૃષ્ણને નૈમિત્તિઓએ કહ્યું હતું કે, સત્યભામાને
જ્યાં પુત્ર યુગ્મ જમે, ત્યાં મુકામ કરે તે ઉપરથી તેને ભામને ભાનુ નામના બે પુત્ર જન્મ્યા, ત્યાં રાત્રિ રહ્યા.
ત્યાં કૃષ્ણ અઠ્ઠમ તપ કરી મૈતમદ્વીપમાં રહેનારા સ્વસ્તિક નામે લવણાધિપતિને આરાધે. તે ઉપરથી તેણે પ્રસન્ન થઈ અઠ્ઠમની ત્રીજી રાત્રિમાં સમુદ્રને દૂર ખસેડીને બાર યોજન લાંબી ને નવ જન પહોળી એવી રત્નમય દ્વારિકા નગરી ઉત્પન્ન કરી. તેને અઢાર હાથ ઉંચે ને નવ હાથ પહોળો રત્નમયી સેનાને કેટ હતું. તેની અંદર તથા બહાર હજાર મંદિર, બાગબગીચા ને મહેલ આવી રહ્યા હતા. તેની ઉત્પત્તિના આરંભમાં સાડાત્રણ દિન સુધી વસ, ધન, ધાન્ય, આભૂષણ, રન, મણિ ને કંચન આદિ અનેક વસ્તુઓની વૃષ્ટિ થઈ હતી. આણિમેર કાળકુંવરને યાદના નાસવાની ખબર પડવાથી તે તેમની પછવાડે લવણું સમુદ્રના કિનારા તરફ દે, તેવામાં અર્ધભરતની અધિષ્ઠાયિકા દેવીએ માયા રૂપ કરી યાદની ચિતા સળગાવીને પિતે જાણે કૃષ્ણની