________________
( ૮૮ ) ચારે બાજુએ ચાલતી ચાર સૌમ્ય' સરસ્વતીના પારદશક પાણીના પ્રવાહ પાપપુંજનું પ્રક્ષાલન કરવા એકત્ર થતા હોય એમ ઉછળી રહ્યા છે. જે ધરણીધરમાં દ્વિરેંદ્રપ્રમુખ અનેક કુહ આપી રહ્યા છે. તે જાણે અમરેએ અમરત્વ પામવા અમૃતથી ભરેલા હોય એ આભાસ આપે છે. અન્યદાન અમે આપીએ છીએ; પણ મોક્ષદાન દઈ શક્તા નથી, તેથી તેને અભ્યાસ આદરવા માટે અમે અત્રે આગમન કર્યું છે, એમ જાણે કહેતાં હાયની ! તેવી ક૯પમેએ પિતાની મેળે આવી તે ક્ષિતિધરને વિષે વિદ્યાથીની પેરે વાસ કર્યો છે. જે શૈલાધીશમાં સુવર્ણસિદ્ધિ આદિ અનેક સમીહાઓને સંતુષ્ટ કરનારી રંજનકારી રસકુપિકાએ શોભી રહેલી છે, કમલેદય આપનાર મનેકંડ જ્યાં દીવ્ય દીપ્તિથી દીપી રહેલા છે. આ રમ્ય રેવતાદ્રિ એ છે કે જેના સ્મરણ માત્રથી સુખ-સંપત્તિને સમાગમ થાય છે, ને જેના તરફ દૂરથી પણ દષ્ટિ કરવાથી વિપત્તિનું વિદારણ થાય છે. જે શુભ ધામમાં દેવાયેલાં દાન ને તપાયેલાં તપ સિદ્ધ તીર્થાધિરાજની પેરે સમગ્ર સમૃદ્ધિ સાધક છે તથા જે નગનાથનું શ્રી નેમીશ્વરજીને શરણ લીધું હતું તેને અન્ય જનેએ આશ્રય કેમ ન લેવો? તારા કે રત્નાકરની રેતિની સંખ્યા સમાન ગીર્વાણ ગુરૂ બહસ્પતિ રસના પામે તે પણ તે આ વિશાલ અને વિખ્યાત ગિરિગુરૂના ગુણગણની ગણના કરવા શકિતમાન થાય નહીં. અદ્ધિ, નગ, શિલય, સાનુમાન, શિખરી. ઈ. ૧ સરસ્વતી નદી. કમલેદય =ધનપ્રાપ્તિ, કમલનું ખીલવું.