________________
( ૮૭ )
આ ઉજ્જયંત ઉપર ઉપર અનેક પ્રકારે ગીતાજ્ઞાન કરનાર અપ્સરા, ગંધવ ગરૂડ, વિદ્યાધર ને નાગદેવતાના સમુદાય સભ્યાપકારી ભગવંતને સદા સેવી રહ્યા છે. મહી· પ્રની મધ્યે મુષક–માર, રહે—િહસ્તિ, સર્પ-શિખંડી, ઇત્યાદિ પરસ્પર નૈસર્ગિક શત્રુતા દર્શાવનાર પ્રાણિઓ પણ પ્રશાંત વેરવાન છે. વળી જે શૈલેદ્રમાં મણિસમૂહની કામ્યકાંતિથી સકલ પ્રદેશ પ્રકાશી રહ્યા છે, તેથી સામ–સૂર્યનું પણ કાંઇ પ્રયેાજન પડતુ નથી. જે પૃથુ પૃથ્વીભુની પાસે દેખાતા ગ્રહા જાણે પરમ દેવાધિદેવની સેવા કરવા આવેલા હાય એવી કલ્પના થાય છે. ચંદ્રકાંતને તારાપતિના કિષ્ણુના સ્પર્શ થવાથી ઝરતા નીરની નિલ નદીએ ચાતરફ કલકલ નિનાદ કરી રહી છે. જ્યાં ષડ્ ઋતુઓ સાથે સ્પર્ધા કરી ધર્મ ધુરધર સ્વામીની પશુશ્રુષા કરી રહી હૈાય એમ લાગે છે. જ્યાં કીચકા કર્ણપ્રિય મધુર સ્વર કરી રહ્યા છે, ઝરા ઝંકૃતિ ધ્વનિ કાઢી રહ્યા છે, ને કિન્નરી ગીતગાન ગાઇ રહી છે, તેથી ત્રિવિધ વાદિત્રાથી જાણે નવાઇ જેવું નાટક થતુ હાય એમ જણાય છે. અતિચાર કરી ચાર ગતિદ્વારમાં અનાદિ કાળથી અથડાતા અધમ જીવાને જાણે આધાર આપવા તૈયાર ઉભા હાય એવી રીતે ગિરિનારની ચાર દિશાએ ચાર ધરાધર પ્રતિહારની પેરે આવી રહેલા છે.
૧ મૂષકmંદર. ૨ હરિસિંહ. ૩ શિખંડી=મયૂર. ૪ નર્સીંગ = કુદરતી. ૫ શુશ્રુષા=સેવા. ૬ કીચક્ર=દ્રિવાળા વાંસ. ૭ ધરાધર=પ ત, શૈલ, ઉષર, પૃથ્વીપર, ક્ષિતિધર, ભૂધર, મહીધર, ગિરિ, અગર,