________________
( ૮ ) महावयं मि उसभो सिद्धिगई वासुपुज्ज चपाए; પાવા, વેદનાને અરિમિય વનંતે ૧ / अवसेसा तिथ्थयरा जाइनराबंधणविमुक्का । समेयसेलसिहरे वीसं परिनिव्वुयं वंदे ॥ १६ ॥ (रत्नसंचय )
અર્થ–પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર મેક્ષ પામ્યા. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ચંપાનગરીમાં મુક્તિ પામ્યા. બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાન ગિરનાર પર્વત પર મેક્ષ પામ્યા.ને વીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી પાવાપુરીમાં મોક્ષ પામ્યા. બાકીના વિશ તીર્થકર સમેતશીખર (પારસનાથ) પર્વત ઉપર જન્મ જરા આદિ બંધનથી મુક્ત થઈ સિદ્ધ થયા તે સર્વેને હું નમું છું.
શ્રી અરિષ્ટનેમિ અધિકાર, આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં શૈર્યપુર નામે નગર હતું. ત્યાં રિપુઓને મદ ગાળનાર તથા તેમને પિતાના તાપથી બાળનાર, રાજ્યને ભય ટાળનાર, પ્રજાને રૂડી રીતે પાળનાર તથા આમંડલની પેરે જેની આજ્ઞા અખંડિત છે એ સમુદ્રવિજ્ય નામે યાદવ કુળનો રાજા રાજ્ય કરતે હતે. અનુક્રમે તેની શિવાદેવી નામની રાણીએ પાછલી રાત્રે ચાદ સ્વપ્ન દીઠ. (તેનાં નામ-હસ્તિ, ઋષભ, સિંહ, લક્ષમી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, વજ, કલશ, પઘસરોવર, સમુદ્ર, વિમાન,