________________
ગીરનાર મહાભ્ય.
આ અવસર્પિણ કાળમાં આ જંબુદ્વીપના ભરતખંડના ચરમ તીર્થકર શ્રીમાન મહાવીરસ્વામી શ્રી સિદ્ધાચલ ક્ષેત્રમાં સમવસર્યા, તે સમયે સુધર્મા સુરલેકના ઈંદ્ર સ્થાવર તીર્થ શ્રી શત્રુંજયના મહિમાનું વર્ણન કરવા વર્ધમાન વીતરાગને વિનંતી કરી. તદનંતર તે ભવ્ય ભૂધરના ૧૦૮ શિખરમાંના મુખ્ય ૨૧ શિખરનું વ્યાખ્યાન આપવાની વિશેષ કૃપા કરવા પુન: પ્રાર્થના કરી. તે ઉપરથી જગજતુઓના ઉપર અનુપમ ઉપકાર કરનાર મહાપ્રતાપી મહાવીર પ્રભુ સકલ પ્રાણુઓના અપાર હિતને અર્થે નીચે પ્રમાણે ભાષણ આપે છે.
હે શક્રેન્દ્ર ! સિદ્ધશિલેશ્ચયનું પાંચમું શૃંગ, પંચમ જ્ઞાનને પ્રદાતા, સર્વ પર્વતોને પાર્થિવ અને સમસ્ત રાજા ઓથી સેવિત એ રૈવત નામે ગિરિપ્રવર જયવંત પ્રવર્તે છે. અજ્ઞાનરૂપી અંધકારનો અંત આણવાને તે અગમેવર આદિત્ય સમાન છે, "અષાકર છે, તે પણ અભેજને ઉલ્લાસ આણવાને અતિ દક્ષ છે. જ્યાં ભક્તિભાવથી આચરેલાં અનુ.
૧ અષાકર ચંદ્રવિનાને, અદેષને ભંડાર. ૨ અંજ=નીરજ, જલજ, પજ, સરોજ, અંબુજ, પંકજ, સરસિજ, પકેરલ, સરેરહ પદ્મ, કમલ, કુમુદ, પુંડરીક, અશ્વ, કજ, ઈત્યાદિ.