________________
( ૮૩ )
કેાડીયાનાં ભોંયરાં, સાત સૈયદની જગ્યા, નવદુગા, ખાવા પીયારાના મઠ, પરીના તળાવની પાસેનું બ્રુનું કુમાર તળાવ, ધારાગરબાગ, જમાલ વાડી, માંગનાથ, કૈલાસકુડ, પંચેશ્વર, સરસ્વતી કુંડ, ઇંદ્રેશ્વર, અકોટા, જુનાગઢમાં સકરબાગ, સરદારબાગ, મેાતીબાગ, પરીનું તળાવ, ભુતનાથ, સરસ્વતીનુ મંદીર, બ્રહ્મકુંડ, સુખનાથ, નરસી મહેતાના ચારા, મકબરા, કચેરી, ઉપરકાટ, જેલ, રેગેટ, માહીગઢેચી, લેપર એસાઇલમ એ સર્વે સ્થાન મુસાફરને જોવાલાયક છે.
ભરત ચક્રવતી પછી શત્રુંજય તથા રેવતાચલના અસંખ્ય ઉદ્ધાર થયા છે. પણ સગર ચક્રવતી પ્રમુખ પ્રસિદ્ધ સંઘપતિઓથી થયેલા શત્રુંજયના મોટા ઉદ્ધાર સેાળ કહેવાય છે, તેમાં શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાં ચેારાશી હજાર વર્ષ ઉપર થઇ ગયેલા પાંડવાના ઉદ્ધાર બારમા કહેવાય છે. ત્યાં સુધી શત્રુંજયના જેટલા ઉદ્ધાર થયા તેટલા ઉદ્ઘાર ઉજ્જય તગિરિના પણ થયા છે. વળી વીસમા તીર્થંકૃત મુનિસુવ્રતસ્વામી જે મહાવીર મેાક્ષ પહેલાં અગીઆર લાખ ને ચેારાશી હજાર વર્ષ ઉપર નિર્વાણ પામ્યા છે, તેના વખતમાં દશરથ રાજાએ રામ, લક્ષ્મણુ, ભરત ને શત્રુઘ્ર સહિત સિદ્ધગિરિની યાત્રા કરી ત્યાં મોટા જિનપ્રાસાદ કરાવ્યા. ત્યાંથી ગિરનાર તીર્થે આવી નેમીશ્વર ભગવ’તની પૂજા કરી ક્ષેત્રના ઉદ્ધાર કર્યો. ભામંડલની ભગિની સીતાએ પણ પ્રભાસપાટણુમાં ચંદ્રપ્રભ તીથ કરના નવા પ્રાસાદ કરાવ્યેા તથા કૈકેયીએ ખરડ ( ખરડા ) પર્યંત