________________
( ૮૧). દેવગિરિ એવા ચાર ગિરિ આવેલા છે, તેમજ પૂર્વ દિશામાં શ્રી તથા સિદ્ધિ એ બે ગિરિની મધ્યે ઉદયંતી નદી છે, દક્ષિણે ઉજજયંતી, પશ્ચિમે સુવર્ણરેખાને ઉત્તરે દિવ્યલેલા નદીઓ વહે છે.”
ત્યાર પછી બટ રાક્ષસને હરાવી ભરતે બરટ (બરડા) પર્વત ઉપર શ્રી આદિનાથ તથા નેમિનાથનાં મંદિરે કરાવ્યાં. શત્રુંજય તથા રૈવતાચલ એ બે તીર્થનું રક્ષણ કરનાર સુરાષ્ટ્ર નૃપ શકિતસિંહને આનંદપુરમાં બે છત્ર આપી ભરતે અબુદ (આબુ) પર્વતે જઈ ત્યાં અતીત, અનાગત ને વર્તમાન અહંતનાં પ્રાસાદ કરાવ્યા. વૈભારગિરિ ઉપર મહાવીર સ્વામીનું તેમજ સમેતશિખર ઉપર વીશ તીર્થકરના મનહર ચૈત્ય કરાવ્યાં.
સં. ૧૦૯૩ માં સિદ્ધરાજનો મંત્રી સાજન સોરઠને કારભારી હતું. તેણે સવાલક્ષ સેરઠની ત્રણ વર્ષની ઉપજ દેરાં સમાવવામાં વાપરી.
સં. ૧૦૭૩ માં કરણ સોલંકીએ નેમનાથનું દેરૂં બંધાવ્યું. સં. ૧૨૩૧ આબુ ઉપર વસ્તુપાલ તેજપાલે દેશ બંધાવ્યાં.
સં. ૧૩૩૪ ના પિષ વદ ૬ ને ગુરૂવારે ગિરનાર ઉપર તેમણે દેરાં બંધાવ્યાં.
માત્રીની જગ્યા, શકરીયા ટીંબે, બજરબટુ, ખાપરાં ૧ સવાલસ સેરઠ સવાલાખ ગામને સોરઠ દેશ.