________________
( ૮૧ ) પ્રતિષ્ઠા કરાવી. આ શુભ પ્રસંગે ઈંદ્રમહારાજ રાવણ હાથી ઉપર બેસી શ્રી નેમિનાથનું વંદન કરવા આવ્યા. જે સ્થાને તે હાથીએ પિતાના એક પગે ભૂમિનું આક્રમણ કર્યું તે સ્થાને ઇંદ્ર ગજપદ કુંડ બનાવ્યું. અનુક્રમે ગજપદ કુંડમાં સ્નાન કરી હૈયેલાં વસ્ત્ર પહેરી ભરત રાજાએ શ્રીને મીશ્વર મહારાજની પૂજા કરી ભગવંતની આરતી તથા મંગળ દીવ ઉતાર્યો ને ઉજવલભાવથી અરિહંતની સ્તુતિ કરી. પછી શકિતસિંહ રાજાને રૈવતાચલનું વર્ણન કરવા વિનંતિ કરી, તે ઉપરથી શકિતસિંહ રાજા કહે છે –
રેવતાચલ પર્વત શત્રુંજયનું પાંચમું શિખર છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં તે સે ધનુષનો હોય છે, બીજા આરામાં બે જનને, ત્રીજામાં દશ એજનને, ચેથામાં સેળ જનને, પાંચમામાં વીશ ને છઠ્ઠામાં છત્રીસ જનને હેય છે. અવસર્પિણી કાળના આરામાં એજ પ્રમાણે ઘટતે. જાય છે. આ શાશ્વત પર્વતનું નામ પહેલા આરામાં કૈલાસ, બીજામાં ઉજજયંત, ત્રીજામાં રેવત, ચેથામાં સ્વર્ગ પર્વત, પાંચમામાં ગિરિનાર ને છઠ્ઠામાં નંદભદ્ર છે. અહીં અનંત તીર્થકરે આવ્યા છે ને વળી આવશે. કેટલાએક સાધુ અહીં સિદ્ધિ પામ્યા છે, રસકુંડ, ચિંતામણિ, કલ્પદ્રુમને ચિત્રાવેલીયુકત આ ગિરિ બંને ભવમાં સુખદાયક છે. આ પર્વતની ચારે બાજુએ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને