________________
( ૮૦ ). સુરાષ્ટ્રના રાજા શક્તિસિંહે સંઘ સહિત ભરતચક્રીને જમાડ્યો. રેવતાચલને દુર્ગમ જાણીને ભરતચક્રીએ હજાર યક્ષ પાસે પગથીના ચાર મોટા રસ્તા કરાવ્યા ને દરેક રસ્તાને મુખે નગર વસાવ્યાં. પંથી જનેને વિશ્રામ લેવા માટે વાપી અને વનપ્રાસાદ બંધાવ્યાં. દાન, શીલ, તપ ને ભાવવડે જેમ મેક્ષસ્થાનમાં જવાય છે તેમ સઘળો સંઘ સુખેથી તે ચાર પાજી (પદ્યા) ની સહાયતાથી ગિરિનાર ઉપર ચઢ, ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથનાં ત્રણ કલ્યાણક રેવતાચલે થવાનાં છે, એમ જાણીને વાર્ષિકરત્નવડે નેમિનાથ મહાપ્રાસાદ ભરત રાજાએ કરાવ્યા. વિવિધ વર્ણનાં મણિરત્નોના કિરણોથી તે જીનપ્રાસાદમાં અનાયાસે ચિત્રામણ થયાં તથા તેની ધ્વજાઓ ચક્રવતની કીર્તિના ભંડારની વાનગી દેખાડતી હોય એમ ફરકવા લાગી. પ્રત્યેક દિશાએ અગીઆર એમ ચુમાલીશ મંડપે કરીને સુરસુંદર નામે જીનાલય દીપતું હતું. ગવાક્ષ તેમજ કમાએ કરી મને હર એવા તે ત્રિજગદીશ્વરના મંદિરની આસપાસ સર્વ કાતુને અનુકૂળ એવા ઉદ્યાન આવી રહ્યાં છે. આવા સ્ફટિક પાષાણુના ચૈત્યની અંદર શ્રી મીશ્વરની નીલ-- મણિમય મૂર્તિ ચક્ષને વિષે કીકી શેભે છે એમ શેભી રહી હતી. આ જનમંદિર મુખ્ય શૃંગની નીચાણમાં એક જ. નને અંતરે આવેલું હતું. વળી ભરતચકીએ સ્વસ્તિકાવ નામે ત્યાં શ્રી આદીશ્વરનું દેવાલય કરાવ્યું. પછી ગણધરે પાસે વિમળાચળની પેરે માણિક્યની, રત્નની, સેનાની, રૂપાની તેમજ અન્ય ધાતુની એનેવેલી અહિંતની મૂતિઓની